________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૬૧
અર્થ અર્થાત્ પરમ પદાર્થ ચૈતન્યચિ તામણિ પ્રભુ પોતે આત્મા છે તે ૫૨માર્થ છે. અહો ! બધા આત્મા અંદર ૫રમાર્થરૂપ ભગવાન છે. આ દેહને, રાગને ને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાનસ્વરૂપે વિરાજે છે. અહીં કહે છે-આવા પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાનચારિત્ર છે. પુણ્ય-પાપના પરિણામ તે પરમાર્થે આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે આત્માના પરિણામ નથી. માટે જ ભગવાન કહે છે-તું મારા સામું ન જો, જોઈશ તો તને રાગ જ થશે, કેમકે અમે પરદ્રવ્ય છીએ, અમે તારું દ્રવ્ય નથી. અમારા લક્ષે તારું કલ્યાણ નહિ થાય. રાગની રુચિ છે તે તો ભવની રુચિ છે. માટે અંદર ચિદાનંદસ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દૃષ્ટિ કરી તેમાં જ ૨મણતા-લીનતા કર. બસ, આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. (૧૦–૨૫૮ )
(૧૭૭)
તારાથી વિરુદ્ધ સ્વભાવવાળાં તત્ત્વો છે. તેમાં તને રાજીપો અને કુતૂહલ થાય અને અનંત ગુણઋદ્ધિથી ભરેલી તારી ચીજને જાણવાનું તને કુતૂહલ નહિ? જરા વિચાર કર. વીતરાગ પરમેશ્વર ‘આત્મા, આત્મા’ નો પોકાર કરે છે તો તે શું છે તેનું કુતૂહલ તો કર. અંદર સ્વરૂપમાં જો તો ખરો, અંદર જોતાં જ તને તારાં દર્શન થશે, અતીન્દ્રિય આનંદ થશે, પરમાનંદની પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે ભાઈ! અંદર શાન્તિનો સાગર પોતે તું આત્મા છો. બાપુ! તારે બહાર બીજે ડોકિયું શા સારું કરવું પડે? અંદર ડોકિયું કરી ત્યાં જ થંભી જા, ઉપયોગને ત્યાં જ થંભાવી દે. અહાહા...! ચિન્માત્રચિંતામણિ દેવોનો દેવ ભગવાન! તું અંદર મહાદેવ છો. ત્યાં જ દૃષ્ટિ કરી ત્યાં જ જામી જા; તને રત્નત્રય પ્રગટશે, અનાકુળ શાન્તિનાં નિધાન પ્રગટશે. આ એક જ માર્ગ છે.
(૧૦–૨૬૧ )
(૧૭૮ )
સમયસાર એટલે શું? અહાહા....! શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ-એનું નામ સમયસાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે ? –દેખતો નથી. થોડા શબ્દે કેટલું ભર્યું છે!
અંદર અનંતી ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન સમયસાર છે તેને દેખતો નથી અને વિષયના–રાગના રસમાં ચઢી ગયો છે? જાણે બકરાંના ટોળામાં સિંહ ગરી ગયો ને સિંહને થયું કે હું બકરું છું! અરે, તું બકરું નથી ભાઈ ! તું સિંહ છો, અનંતા વીર્યનો સ્વામી ભગવાન ચૈતન્યસિંહ છો. અંતર્દષ્ટિરૂપ ગર્જના કર ને તને ખાત્રી થશે. ચૈતન્યસ્વભાવની સમીપ જઈ વિશ્વાસ કર, તને ભગવાનના ભેટા થશે અર્થાત્ તું પર્યાયમાં પૂરણ વીર્યનો સ્વામી થઈશ. (૧૦–૨૮૦)
(૧૭૯ )
અહાહા.... ! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડયો છે ને પ્રભુ! પર્યાય જેટલું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com