________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫
સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે ૫૨દ્રવ્ય, પરક્ષેત્ર પરકાળ અને પરભાવ છે. અહા ! આવી ભેદકલ્પના રહિત અભેદ એક જે સ્વદ્રવ્ય વસ્તુ તેને સ્યાદ્વાદી નિપુણપણે અવલોકે છે-અનુભવે છે. શા વડે? નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે. સમજાણું કાંઈ... ? લ્યો, આ ધર્મ અને આ સાચું જીવન. (૧૦-૪૨૦)
( ૧૮૯ )
આત્માનું જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે. એટલે શું? કે જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે ને! તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ્ય એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. અહાહા.....! જ્ઞાન આત્માને રાગાદિથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. હા, પણ ક્યું જ્ઞાન? ૫ર તરફ વળેલું જ્ઞાન નહિ, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ-પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહિ અને ૫૨માં ને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમકે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી, પણ પ૨ને-રાગને પ્રસિદ્ધ કરે છે. ભાઈ! રાગાદિ બીજી ચીજ હો ભલે, પણ એ રાગાદિ હું નહિ, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું એમ પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તે યથાર્થ લક્ષણ છે, અને તે લક્ષણના દોરે અંદર લક્ષ્યનું-શુદ્ધ આત્માનું ગ્રહણ થાય છે. લ્યો, આ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ અર્થે તેને જ્ઞાનમાત્ર કહ્યો છે. ‘જ્ઞાનમાત્ર' કહીને એકલો જ્ઞાનગુણ સિદ્ધ નથી કરવો, પણ આખો (પૂરણ ) આત્મા પ્રસિદ્ધ કરવો છે. સમજાણું કાંઈ!
આ શરીર તો જડ પુદગલમય છે, અને રાગાદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા-જડ સ્વભાવવાળા છે. તેથી શરીર ને રાગાદિ આત્માનું લક્ષણ નથી, એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વપ૨પ્રકાશક છે. તેથી જ્ઞાનગુણ અસાધારણ છે જે વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાનલક્ષણ તેઆત્માની ૫૨મ પ્રસિદ્ધિનું સાધન છે. અહાહા...! શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ મળેલી (એકક્ષેત્રાવગાહમાં ) જણાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ વડે જ ભિન્ન આત્માસ્વરૂપને ઓળખી શકાય છે, ગ્રહણ કરાય છે. આરીતે જ્ઞાનલક્ષણ ભિન્ન આત્મસ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે. આવી વાતુ છે. ( ૧૧–૨ )
( ૧૯૦)
અહાહા..... ! જ્ઞાન. જ્ઞાન... જ્ઞાન... જાણપણું તો આત્મા-એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ લક્ષ્ય આત્માના લક્ષે એકાકાર-તદ્રુપ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com