________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૬૭
લક્ષ્ય જ બતાવી દો ને! તેને કહે છે ભાઈ ! જે લક્ષણને જાણતો નથી તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્ય ઓળખી શકાય છે. જેમ કોઈ કહે અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી, તેમ જો કોઈ કહે અમારે લક્ષ્ય-આત્મા જોઈએ છે, જ્ઞાનથી-લક્ષણથી શું કામ છે? તો તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાનલક્ષણ કહીને નિશ્ચયાભાસનો નિષેધ કર્યો સમજાણું કાંઈ... ?
(૧૧-૩) (૧૯૨) અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન તે લક્ષણ લક્ષ્યથી ભિન્ન નથી, અભેદ છે એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી, તેમ જાનન... જાનન... જાનન સ્વભાવ અને આત્મા એકમેક છે. જેમ રાગ ને આત્મા જુદી ચીજ છે તેમ જ્ઞાન ને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે, ને આત્મા અનંતગુણમય ગુણી છે, છતાં જ્ઞાન ને આત્મા વસ્તુપણે અભેદ છે. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય-લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે અને એકવસ્તુમય છે. અહાહા...! જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ આત્માદ્રવ્ય પ્રસિદ્ધ થયું, માટે જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી, અને એકમેક છે ને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ.. ?
હવે આ રહસ્ય પામ્યા વિના એ શાસ્ત્ર ભણી-ભણીને અનંતવાર અગિયાર અંગનો પાઠી થયો, ને દેવ-ગુરુ-શાસ્ત્રની પણ બહારમાં અનંતવાર શ્રદ્ધા કરી તથા અનંતવાર બાહ્ય વ્રતાદિ ધારણ કર્યા, પણ એથી શું? એ કોઈ આત્માનું લક્ષણ નથી, એનાથી આત્માની પ્રસિદ્ધિ સંભવિત નથી. અહા! ગજબ વાત કરી છે આ. આમાં તો બાર અંગનું રહસ્ય ખુલ્લું મૂક્યું છે.
(૧૧-૪). (૧૯૩) કહે છે- “પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનવને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. ' જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને! મતલબ કે અજ્ઞાનમાં પણ જાણવું તો છે. કોઈ કહે કે-હું નથી; તો એને પૂછીએ કે “હું નથી ? -એવો નિર્ણય કોની સત્તામાં કર્યો ? જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન જેનું સત્ત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતાં જ્ઞાનનું લક્ષ સ્વ-આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.
જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે, ઇત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે, અને તે આત્માનું જ્ઞાન છે. દેહાદિનું જ્ઞાન કહીએ તો વ્યવહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com