________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫૭ અહીં કહે છે-આ ભગવાન આત્મા ઉદ્ધત બોધધામ સુંદર આનંદરૂપ પ્રભુરાગની એકતાના ઓઝલમાં પડયો છે. અહા ! તે ઓઝલને દૂર કરી તારી દષ્ટિને અંદર ધ્રુવધામમાં લઈ જા પ્રભુ! તારી જ્ઞાનની દશાને વાળીને અંતર્મુખ કર; તને જ્ઞાનને આનંદનો અનુપમ સ્વાદ આવશે. અહા! સ્વસંવેદનજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતાં એની જે નિર્મળ પ્રતીતિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે.
(૯-૨૭) ) (૧૬૭) અહાહા..... ! અંદર અનાદિ-અનંત નિત્યાનંદસ્વરૂપ છો ને પ્રભુ! અનંત ગુણનો પિંડ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છો ને! ભાઈ ! જેટલા પરમાત્મા થયા તે બધા અંદર શક્તિ હતી તે પ્રગટ કરીને થયા છે. તું પણ શક્તિએ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અહાહા....! તારા સ્વરૂપમાં ત્રિકાળ અતીન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. હવે આવી વાત એને કેમ બેસે? એનાં માપ બધા ટૂંકાં (-પર્યાયરૂપ) અને વસ્તુ અંદર મોટી-મહાન (નિત્ય દ્રવ્યરૂપ છે. તે ટૂંકા માપે તે કેમ મપાય? બાપુ! ક્ષણિકની દષ્ટિ છોડી દે અને અંદર અમૃતનો નાથ ચિચમત્કાર પ્રભુ નિત્ય બિરાજે છે તેની દષ્ટિ કર; તેને આનંદનો-અમૃતનો સ્વાદ આવશે, ને ક્ષણિક છું એવી ભ્રાન્તિ મટી જશે. અહાહા...! પુણ્ય-પાપના ક્ષણિક ભાવોથી ભિન્ન અંદર નિત્ય આનંદકંદ પ્રભુ આત્મા બિરાજે છે તેનો જ્ઞાનજળ વડે અભિષેક કરે જેથી અમૃતની ધારા ઊછળશે. લ્યો, આનું નામ ધર્મ.
અંદર વસ્તુ-પોતે ચૈતન્ય ચમત્કારસ્વરૂપ નિત્ય અમૃતના ઓધથી ભરેલી છે. તેનો દષ્ટિમાં સ્વીકાર કરી સત્કાર કરતાં અંદરઅતીન્દ્રિય આનંદની ધારા ઉલસે તે ધર્મ છે.
(૯-૨૭૬ ) (૧૬૮) -એક આત્મા બીજા આત્માનો નથી, -એક આત્મા (અન્ય) જડ પરમાણુનો નથી, -એક પરમાણુ અન્ય પરમાણુનો નથી, અને -એક પરમાણુ (અન્ય) આત્માનો નથી. એટલે શું? કે-એક આત્મા બીજા આત્માનું કાંઈ કરતો નથી, -આત્મા જડ પરમાણુનું કાંઈ કરતો નથી, -જડ પરમાણુ અન્ય પરમાણુનું કાંઈ કરતો નથી, અને -જડ પરમાણુ આત્માનું કાંઈ કરતો નથી. આવી વાત!
(૯-૩૩પ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com