________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫૫ અહા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. અહાહા...! તે અનંત શક્તિઓનો એક પિંડ છે. તેનાં એક એક શક્તિ પૂરણ શુદ્ધ છે. જે શક્તિ શુદ્ધ છે તે અશુદ્ધતાને કેમ કરે ? ન કરે; અશુદ્ધતાને તો ન કરે, શુદ્ધતાના ઉત્પાદનેય એ ન કરે એમ કહે છે; કેમકે ઉત્પાદરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું સુધ્ધાં નથી. (૯-૧૦૭)
(૧૧)
–ચાર ભાવો પર્યાયરૂપ છે; તેમાં ઔપશમિકાદિ ત્રણ ભાવો નિર્મળ છે, મોક્ષના કારણરૂપ છે અને ઔદયિક ભાવ મલિન વિકારી છે ને બંધનું-સંસારનું કારણ છે. તથા જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ ત્રિકાળ દ્રવ્યરૂપ છે. એમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય-પર્યાયનું જોડકું તે આખો આત્મા-પદાર્થ છે. અહો ! આ તો એકલું અમૃત પીરસ્યું છે; “અમૃત વરસ્યા રે પ્રભુ! પંચમ કાળમાં.”
(૧૬) જુઓ, શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ છે તેને ભાવ કહેવાય. પર્યાયને પણ ભાવ કહેવાય. રાગને પણ ભાવ કહેવાય ને દ્રવ્ય-વસ્તુ છે તેને પણ ભાવ કહેવાય. અહીં દ્રવ્યને શુદ્ધ પારિણામિકભાવ એવી સંજ્ઞા આપી છે. તે તો બંધ-મોક્ષપર્યાયની પરિણતિથી રહિત છે એમ કહે છે.
અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ અસ્તિરૂપ છે. અહાહા...! છે... છેછે ને છે. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ એવા અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ છે. તે, અહીં કહે છે. બંધ-મોક્ષની પરિણતિથી રહિત છે; રાગાદિના ભાવથી રહિત છે અને મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયથી પણ રહિત છે. અહાહા! ત્રિકાળી સ્વભાવમાં પરવસ્તુ નથી, રાગ નથી, મલિન પર્યાય નથી, અને અપૂર્ણ કે પૂર્ણ નિર્મળ પર્યાય પણ નથી. અહાહા...! આવી પોતાની ચીજનો જેને અંદર દષ્ટિમાં સ્વીકાર થયો છે તેને જ શુદ્ધ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. બાકી તો બધું થોથેથોથાં છે.
ભાઈ જન્મ-મરણના અંતનો ઉપાય આ એક જ છે. દુનિયા માને કે ન માને, દુનિયા ગમે તે કહે, સત્ય આ છે. આત્મા શુદ્ધિ-ચૈતન્યમહાપ્રભુ બંધ-મોક્ષની પર્યાયથી રહિત વસ્તુ છે. તે એકના આશ્રયે ધર્મરૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થાય છે.
(૯-૧૧૫ ) (૧૬૩) અહાહા....! વસ્તુ આત્મા સહજ શુદ્ધપારિણામિકભાવલક્ષણ પરમાત્માદ્રવ્ય છે, બાપુ ! આ તો ઝેર ઉતારવાના મંત્રો છે. જેમ સર્પ કરડે અને ઝેર ચઢે તો તે મંત્ર દ્વારા ઊતરી જાય તેમ રાગની એકબુદ્ધિનાં એને અનાદિથી ઝેર ચઢેલાં છે તે ઉતારવાના આ મંત્રો છે. આ પુણ્યભાવ અને પુણ્યનાં ફળ જે ધૂળ (પૈસા આદિ),
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com