________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫૩
(૧૫૪) ત્યારે કલકત્તાના એક સામયિકમાં આવ્યું છે કે-કાનજીસ્વામી તો બધાને “ભગવાન આત્મા’ કહીને સંબોધન કરે છે.
હા, ભાઈ ! અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ, અમે તો તેને ભગવાન! બાળક, યુવાન કે વૃદ્ધપણે દેખતા જ નથી. અહાહા..! અંદરમાં તું પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! “ભગ” નામ જ્ઞાનાનંદની લક્ષ્મીનો ધ્રુવ-ધ્રુવ ભંડાર એવો ભગવાન છો ને નાથ ! અહો ! આવા નિજસ્વરૂપને અનુભવ્યું તેની અંતરદશા અલૌકિક છે.
(૯-૯૭) (૧૫૫) ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ ચૈતન્યચક્ષુ છે. જેમ આંખ દશ્ય પદાર્થને દેખતાં દશ્યમાં જતી નથી તેમ ચૈતન્યચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતાં પરમાં જતો નથી, પરથી ભિન્ન રહીને પરને જાણે છે, આ સર્વ તત્ત્વજ્ઞાનનો નિચોડ છે.
(૯-૯૮) (૧૫૬) પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. આ પરમસ્વભાવભાવ જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ ધ્રુવ સ્વભાવભાવરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત છે તે ત્રિકાળીની અહીં વાત છે. પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક ) શુદ્ધ-ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ-ઉપાદાન તરીકે લેવું છે.
(૯-૧૦૪) (૧૫૭) અહાહા....! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમભાવસ્વરૂપ છે. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાનપર્યાયથી જણાવા યોગ્ય છે. અહાહા...! આવો આત્મા જેને દષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો તે, કહે છે, વ્યવહારના રાગનો કર્તા નથી, ભોકતાય નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઊઠે તેનો કર્તા-ભોક્તા તો નથી પણ બંધ-મોક્ષનાં કારણ અને પરિણામથીય આત્મા શૂન્ય છે.
અહાહા..! ભગવાન! તું કોણ છો? કે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પરમભાવસ્વરૂપ પરમાત્મા છો. અહાહા.! ત્રિકાળી ચૈતન્યનું બિંબ એકલું ચૈતન્યનું દળ છો ને પ્રભુ! તું! અહાહા..! તેને જાણનાર શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનય વડે જોતાં કહે છે, તે બંધ અને બંધના કારણથી તથા મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામથી રહિત છે. ઝીણી વાત છે પ્રભુ! બંધના કારણથી તો રહિત પણ મોક્ષના કારણથીય ભગવાન આત્મા રહિત છે. આવી વાત!
(૯-૧૦૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com