________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
અધ્યાત્મ વૈભવ
આદિ વા હિંસાથી શુભાશુભ વિકલ્પ ઊઠે છે તે વિકલ્પનુંય કરવું ને ભોગવવું એને નથી.
(૯–૮ )
(૧૫૧)
આત્મા સ્વભાવથી તો અકર્તા છે. પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને ? દયા, દાન, આદિ રાગ ભલો છે. કર્તવ્ય છે એમ જ્યાં સુધી રાગની રુચિ છે ત્યાં સુધી અજ્ઞાન છે; અને અજ્ઞાનથી એ રાગાદિનો કર્તા છે. સ્વભાવની રુચિ વડે જ્યારે અજ્ઞાનનો અભાવ થાય ત્યારે અકર્તા છે. માટે તારી રુચિ પલટી દે.
અહા ! એકલી પવિત્રતાનો પિંડ એવા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્માને પર્યાયમાં કર્તાપણું હોવું એ કલંક છે. માટે હૈ ભાઈ! રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ કર; તે વડે અજ્ઞાનનો અભાવ થતાં તે સાક્ષાત્ (-પર્યાયમાં ) અકર્તા થાય છે. (૯-૧૧ )
(૧૫૨ )
અહાહા.... ! ત્રણકાળ ત્રણલોકમાં જે અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે તે સમસ્ત ક્ષણમાત્રમાં જાણવાની શક્તિવાળો-સ્વભાવવાળો પ્રભુ આત્મા છે. અહીં અકર્તાસ્વભાવની લિદ્ધિ કરે છે ને! કહે છે-આખો લોકાલોક (સ્વને ૫૨) જેમાં જાણવામાં આવે છે એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે; પરંતુ લોકાલોકની કોઈ ચીજને કરે વા રાગને કરે એવો એનો સ્વભાવ નથી. અહાહા...! આવી સ્વપરપ્રકાશક ચૈતન્યપ્રકાશની અતિ ઉજ્જવલ વિશદ્ધ જ્યોતિ ભગવાન આત્મા છે.
ત્યારે કોઈ કહે છે-અમને આત્મા જાણવામાં આવતો નથી.
તેને પૂછીએ કે–ભાઈ આત્મા જાણવામાં આવતો નથી એવો નિર્ણય તેં ક્યાં ઊભા રહીને કર્યો! સ્વભાવમાં કે વિભાવમાં? આત્માનો ચૈતન્યસ્વભાવ તો પ્રભુ! આવો છે કે સ્ફુરાયમાન થતી જ્ઞાનની જ્યોતિઓ વડે આખા લોકાલોકમાં વ્યાપી જાય. અહાહા.. ! સ્વ-પર સમસ્તને જાણવાનું ભવન-પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. પણ બાપુ! તું પરના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં ઊભો છે તો તને આત્મા શેં જણાય ? ન જણાય; કેમકે ૫૨નું કાંઈ કરવું કે રાગનું કરવું એ એનો સ્વભાવ જ નથી. ( ૩-૩૯ )
(૧૫૩)
ભગવાન આત્મા સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તે વિકલ્પથી નહિ પણ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવો નિર્વિકલ્પ અચિંત્ય પદાર્થ છે. અહાહા... ભાવશ્રુતજ્ઞાનમાં આખો આનંદનો નાથ એવો આત્મા સ્વñયપણે જણાય છે... અહીં અત્યારે મનુષ્યપણું મળ્યું ને થોડી સગવડતા મળી ત્યાં તું બધું ભૂલી ગયો! અરે ભાઈ! આ અવસરમાં જો સ્વરૂપનું જ્ઞાન ન કર્યું તો માથે નરકાદિનાં દુઃખ ઊભાં જ છે માનો. (૯-૭૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com