________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
અધ્યાત્મ વૈભવ
જેમ સદાય રહેતી દેખાય છે તેમ પુણ્ય-પાપના ભાવો આત્માની સાથે સદા રહેતા દેખાતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. જેમ શરીરાદિ વિના આત્મલાભ સંભવે છે તેમ રાગાદિ વિના પણ આત્મલાભ સંભવે છે. ભગવાન આત્મામાં રાગાદિ નથી, તેથી રાગથી ભિન્ન પડી જ્યાં અંતરમાં આત્માનુભવ કરે છે તો અંદર રાગરહિત આત્માનો લાભ થાય છે. વળી જ્યાં રાગાદિક હોતા નથી ત્યાં પણ ચૈતન્ય તો હોય છે. જેમકે સિદ્ધ ભગવાનમાં રાગ નથી છતાં ચૈતન્ય હોય છે. જો રાગાદિ અર્થાત્ પુણ્ય-પાપના ભાવ આત્મા હોય તો જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગાદિ હોવા જોઈએ. પરંતુ એમ છે નહિ. સિદ્ધ દશામાં જ્ઞાન-દર્શન હોય છે પણ રાગાદિ સર્વથા હોતા નથી. માટે રાગાદિ અર્થાત્ બંધ આત્માથી ભિન્ન છે, આત્માની ચીજ નથી. (૮-૪૦૮ )
(૧૪૫ )
અહાહા...! ચિત્ એટલે કા૨ણજીવ, કા૨ણપ૨માત્મા. તે કેવો છે? તો કહે છે-એક શુદ્ધ ચિન્મય છે, ત્રણેકાળ શુદ્ધ છે. વર્તમાન પર્યાયની અશુદ્ધતાના કાળે પણ એ અંદર તો શુદ્ધ જ છે. ગુણી જે વસ્તુ છે તે ગુણમય છે. જેમ સાકર છે તે મીઠાશથી તન્મય છે તેમ ચિત્ ચેતનાથી તન્મય છે, અભેદ એક ચિન્મય છે. અહા! આવા અભેદ એક આત્મામાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તે અન્યભાવ છે કેમકે ભેદને લક્ષમાં લેતાં વિકલ્પરાગ જ ઊઠે છે. માટે ભેદને ગૌણ કરી એક અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. અા દૃષ્ટિમાં લેવા યોગ્ય તો એક ચિન્મય આત્મા જ છે. (૮-૪૫૮)
(૧૪૬)
૫૨મ મહિમાને ધરનારો તો ચૈતન્યરૂપી અમૃતનું પૂર પ્રભુ આત્મા છે. અહા! પાણીના પૂરનો જેમ પ્રવાહ ચાલે તેમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. અહાહા! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય, અમૃત... અમૃત... અમૃત, આનંદ... આનંદ... આનંદ-એમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવો અનાદિ અનંત પ્રવાહ છે. અહા! આવા પોતાના સ્વદ્રવ્યમાં લીન થતાં નિરપરાધપણું પ્રગટે છે, બંધ થતો નથી અને અંદર અતિ નિર્મળપણે આનંદ ઊછળે છે. આચાર્ય કહે છે-ભાઈ! અંદર જા ને કે જ્યાં આ ચૈતન્યરૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે. આ પુણ્ય-પાપના ભાવ તો ભગવાન! ઝેરનો ધોધ-પ્રવાહ છે. ત્યાંથી નીકળી જા, ને અહીં ચૈતન્યના ત્રિકાળ અમૃતમય પ્રવાહમાં મગ્ન થઈ જા. તારું અવિનાશી કલ્યાણ થશે. (૮-૫૨૮ )
(૧૪૭)
આ ચૈતન્યમાત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે-પદે પદે અર્થાત્ પ્રત્યેક પર્યાયે બંધ-મોક્ષની રચનાથી રહિત છે. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે તે બંધ મોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું? કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધનથી અને રાગના અભાવસ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી એ બન્ને દશાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com