________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
અધ્યાત્મ વૈભવ આવી વાત એને-રાંકને બેસે નહિ, હવે એક બે બીડી સરખી પીવે ત્યારે તો ભાઈ સા” બને દસ્ત ઊતરે કપ બે કપ ચા પીવે ત્યારે મગજ ઠેકાણે આવે-આવાં તો જેનાં અપલખ્ખણ છે એને કહીએ કે-ભગવાન! તું ચિન્માત્રજ્યોતિ સ્વરૂપ પૂરણ આનંદનો નાથ છો, ને આ વિકાર ઉત્પન્ન થાય તે તારું સ્વરૂપ નથી; પણ એને એ કેમ બેસે? બેસે કે ન બેસે, ભગવાન! તું સચ્ચિદાનંદ સ્વરૂપ શાશ્વત ચૈતન્ય ને આનંદનું ધામ છો.
અહા ! આવા પોતાના સ્વરૂપમાં ધ્યાનારૂઢ થઈને આઠ આઠ વર્ષના બાળકો પણ કેવળજ્ઞાન પામીને મોક્ષ પધાર્યા છે. અહા ! આવી જ પોતાની શક્તિ છે, પણ શું થાય? એણે કદી પરવા જ કરી નથી. પરના મહિમા આડે એને પોતાનો મહિમા ભાસ્યો નથી. (૮-૩૬૮)
(૧૪૦) પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા...! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ, ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા ! તે અનંત ચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે! પણ એને એ બેસતું નથી. એને એમ છે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે.
(૮-૩૭૪) (૧૪૧) ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે કેમકે તે પુદગલાદિ સર્વ અન્ય દ્રવ્યોમાં નથી. પોતામાં હોય ને પરમાં ન હોય તે અસાધારણ છે. આ રીતે ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે...
જુઓ, શું કહે છે? કે તે ચૈતન્ય પ્રવર્તતતું થયું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે તે તે સમસ્ત સહવર્તી પર્યાયો (–ગુણો) આત્મા છે-એમ લક્ષણથી ઓળખવું. જુઓ, અહીં ગુણને પર્યાય કહ્યું છે. દ્રવ્યમાં એટલો ભેદ પડયો ને? માટે ગુણને પર્યાય કહ્યું છે. જ્ઞાનગુણની સાથે જે જે બીજા અનંત ગુણ સહવર્તી છે તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું.
વળી તે ચૈતન્ય નિવર્તિતું થયું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત કમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું. શું કીધું? કે ચૈતન્ય જે જે નવી નવી પર્યાયને ગ્રહણ કરીને પૂર્વની પર્યાયથી નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ જાણવું. સંક્ષેપમાં જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણ-પર્યાયો આત્મા છે એમ જાણવું. (આમાં નિર્મળ પર્યાયો લેવી.) (૮-૪૦૪)
(૧૪૨). આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને તે ગુણ ને પર્યાયએમ બે રૂપે છે. સમયે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com