________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
એકમાત્ર ધ્યેય છે. અહા ! જેમાં આશ્રયસ્થાન છે.
અધ્યાત્મ વૈભવ એવો ત્રિકાળી ધ્રુવ અભેદ એક શુદ્ધ નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાયક જ મુખ્ય ગુણભેદ કે પર્યાયનો પ્રવેશ નથી એવો ભગવાન જ્ઞાયક જ આનું ( ૮–૧૯૮ )
(૧૩૩)
તે
અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવસ્વરૂપ દ્રવ્ય, જ્ઞાનસ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા-દેખવાની પરિણતિ તે જ્ઞતિક્રિયારૂપ પર્યાય બસ એટલામાં એનું અસ્તિત્વ છે. આહાહા...! સદ્રવ્ય, સગુણ ને સત્પર્યાય. (૮–૧૯૫ ) (૧૩૪)
અહાહા...! અંદરમાં પોતાનું પરમ ચૈતન્યનિધાન પડયું છે. જેમાં જીવત્વ, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છતા, પ્રકાશ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓ પ્રત્યેક ૫૨મ પારિણામિકભાવે સ્થિત છે એવો પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. ૫૨મ પારિણામિક ભાવે એટલે શું? કે તે સહજ છે અને કોઈ કર્મના સદ્દભાવ કે અભાવની અપેક્ષાથી રહિત છે. શું કીધું ? કે વસ્તુની શક્તિઓ સહજભાવે છે, એને કોઈની અપેક્ષા નથી. જુઓ, પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે, ને નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. પણ વસ્તુ આત્મા ને એની શક્તિઓ કોઈની અપેક્ષાથી રહિત પરમ પારિણામિક ભાવે સ્થિર છે. આવી મહાન વસ્તુ પોતે છે, પણ એની ખબર વિના બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે. એને કહે છે–ભાઈ ! વ્યવહારની રુચિ છોડીને હવે તારા ચૈતન્યનિધાનનો-૫૨મ સ્વભાવભાવનો નિશ્ચયનો આશ્રય કર. તારા સુખ માટે આ જ કર્તવ્ય છે. (૮-૨૦૯ )
(૧૩૫ )
ટંકોત્કીર્ણ એટલે જેમ પર્વતની શિલાને ટાંકણાથી કોતરી કાઢીને મૂર્તિ બનાવે તેમ ભગવાન આત્મામાંથી પુણ્ય-પાપના વિકલ્પને કાઢી નાખીને એકલો ચૈતન્યધન બિંબ પ્રભુ છે તેને જુદો તા૨વી કાઢે તે ટંકોત્કીર્ણ; આવો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ-સ્વરૂપ પ્રભુ આત્મા છે; અહાહા...! એકલા ચૈતન્યપ્રકાશના પુંજરૂપ મૂર્તિ! જેમ સૂર્ય પ્રકાશનું બિંબ છે તેમ આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું બિંબ છે. આહાહા... ! આવું ચૈતન્યપ્રકાશનું બિંબ જેની દૃષ્ટિમાં આવ્યું છે તે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ-સ્વરૂપ જ્ઞાની છે. (૮-૩૧૦)
( ૧૩૬ )
દ્રવ્યદૃષ્ટિએ આત્મા અપરિણમનસ્વરૂપ છે એટલે શું? કે વસ્તુ જે ત્રિકાળ છે તે, એક સમયની પરિણમનરૂપ-પલટાવા રૂપ જે દશા એનાથી ભિન્ન છે, જે પરિણમનરૂપ નથી તે અક્રિય અપરિણમનરૂપ છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુમાં પલટના-પલટતી દશા નથી. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૬૮માં) આવે છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com