________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
અધ્યાત્મ વૈભવ મળે તે મારાં એવી માન્યતા એ ભ્રાંતિ–મિથ્યાત્વનું ઝેર છે. અહા ! તે મિથ્યાત્વના ઝરે તેના સહજશુદ્ધસ્વભાવનો ઘાત કર્યો છે.
(૯-૧૨૫) (૧૬૪) ભગવાન આત્મા શુદ્ધપારિણામિકભાવલક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય વસ્તુ છે તે ત્રિકાળ ભાવરૂપ છે, ભાવનારૂપ નથી, જ્યારે તેના આશ્રયે જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે તે ભાવનારૂપ છે, ત્રિકાળભાવરૂપ નથી. ઝીણી વાત પ્રભુ! .
ત્રિકાળી પારિણામિકને ભાવરૂપ કહીએ; એને પરિણામિક કહીએ, ધ્રુવ કહીએ, નિત્ય કહીએ, સદશ કહીએ, એકરૂપ કહીએ, અને જે આ પર્યાય છે તે અનિત્ય, અધુવ, વિદેશ કહીએ, કેમકે તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય થાય છે. મોક્ષનો મારગ છે તે પણ ઉત્પાદવ્યયરૂપ છે. એટલે કે વર્તમાન જેનો ઉત્પાદ થાય તેનો બીજે સમયે વ્યય થાય છે, બીજે સમયે ઉત્પાદ થાય તેનો ત્રીજે સમયે વ્યય થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ હોવાથી મોક્ષમાર્ગની પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ? કેમકે તે પર્યાય ભાવનારૂપ છે.
(૯-૧૩૮) (૧૬૫) જુઓ, આંખ છે તે અગ્નિને જાણે, કાષ્ઠને જાણે, વીંછીને જાણે, પણ દૂરથી જ જાણે છે; એમાં ભળીને ન જાણે, આંખ કાંઈ અગ્નિ આદિમાં ન પ્રવેશે અને અગ્નિ આદિ પદાર્થ આંખમાં ન પેસી જાય. લ્યો, આ પ્રમાણે આંખ દૂરથી જ જાણે છે. તેમ, કહે છે, જ્ઞાન દૂરથી જ જાણે છે; જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે. અહાહા... આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને દૂરથી જ જાણે છે, તેમાં ભળીનેએકમેક થઈને જાણે એમ નહિ. રાગાદિમાં ભળી જાય-એકમેક થઈ જાય એવો આત્માનો સ્વભાવ જ નથી. તેથી જ્ઞાન દૂરથી જાણે પણ એને કરવું ભોગવવું નથી. (૯-૧૮૮)
(૧૬૬) -પ્રભુ! તું મોટા મહેલ ને મંદિર જોવા જાય છે તો એકવાર પરમ આશ્ચર્યકારી નિધાન એવા તારા જ્ઞાનધામને જોવા અંદર દષ્ટિ તો કર. અહાહા...! એ પરમ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભેરલો ભંડાર છે. એને દષ્ટિમાં લેતાં તને પરમ આનંદ પ્રગટ થશે અને કર્તાપણું મટી જશે. ભાઈ ! રાગથી ભિન્ન પડીને ચૈતન્ય-ધ્રુવધામની દષ્ટિ કરવી-બસ આ એક કરવાયોગ્ય કર્તવ્ય છે, બાકી તો બધું ધૂળધાણી છે.
આત્મા ઉદ્ધત બોધધામ છે. એટલે શું? આ ચૈતન્યવસ્તુ એવી ઉદ્ધત છે કે કોઈને ગણે નહિ-નિમિત્તને ગણે નહિ, રાગનેય ગણે નહિ ને પર્યાયનેય ગણે નહિ બધાને ગૌણ કરી દે. અહા ! આવો ઉદ્ધત બોધધામ પ્રભુ આત્મા છે. તેને વર્તમાન જ્ઞાનની પર્યાય અંતર્મુખ કરી પ્રત્યક્ષ જાણી લેવો એ કરવાયોગ્ય કામ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com