________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
અધ્યાત્મ વૈભવ (૧૫૮) ભાઈ ! આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે. ત્રિકાળી ધ્યેયસ્વરૂપ પૂરણ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ ભગવાન આત્મા બંધ-પરિણામ અને બંધનાં કારણ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેને કરતો નથી. વળી તે મોક્ષના પરિણામ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ–તેને કરતો નથી તથા મોક્ષનું કારણ જે નિર્મળ રત્નત્રયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેને કરતો નથી. કેમ? કેમકે ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે અને બંધ-મોક્ષ આદિ એક સમયની પર્યાય-અવસ્થા છે, ભાઈ ! આવો માર્ગ છે: સર્વજ્ઞથી સિદ્ધ થયેલો હોં.
(૯-૧૦૫) (૧૫૯) આત્મા એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિકનયે શુદ્ધ પારિણામિક પરમસ્વભાવભાવરૂપ છે. આવા પરમસ્વભાવભાવની ભાવનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. આ ભાવનારૂપ મોક્ષમાર્ગ તે પર્યાય છે. બંધ-મોક્ષની પલટના તે પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નહિ. ધ્રુવ દ્રવ્ય છે તે બંધમોક્ષની પર્યાયરૂપ થતું નથી. પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. પર્યાય છે ખરી, પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ નથી. દ્રવ્યદષ્ટિનો તે વિષય નથી. અર્થાત, દ્રવ્યને દેખનારી દષ્ટિમાં પર્યાય ગૌણ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયે જીવદ્રવ્ય બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે...
- જો તે પોતે (ધ્રુવ દ્રવ્યભાવ) બંધનું કારણ હોય તો ત્રિકાળ બંધ જ થયાકરે; જો તે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ હોય. અથવા પરિણામિક ભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો પર્યાયની સાથે તે પણ નાશ પામી જાય. આમ આ ન્યાયથી સિદ્ધ થયું કે બંધમોક્ષના પરિણામ અને તેનાં કારણ પર્યાયમાં છે પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ એક પરમભાવસ્વરૂપ વસ્તુ એનાથી શૂન્ય છે. ત્રિકાળીમાં-ધ્રુવમાં બંધ-મોક્ષ નથી. આવી વાત! અહો ! આ તો ચમત્કારી ગાથા અને ચમત્કારી ટીકા છે.
(૯-૧૦૬) (૧૬O) ત્યારે કોઈ પંડિત વળી એમ કહે છે કે-પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું.
અરે પ્રભુ! તું શું કહે છે આ! આ કાળના સાધારણ બુદ્ધિવાળા જીવોને કાંઈ ખબર ના પડે એટલે “હા જી હા ભણે, પણ બાપુ! આત્માની એક સમયની પર્યાયમાં બંધના અશુદ્ધભાવ છે માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ છે નહિ. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ અંદર ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ ચૈતન્યનું દળ છે. તેમાં અશુદ્ધતા નામ બંધની પર્યાયનું પ્રવેશવું તો નથી. તેમાં શુદ્ધતારૂપ મોક્ષની પર્યાયનો પણ પ્રવેશ નથી. અહાહા..! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તો બંધ-મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com