________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
અધ્યાત્મ વૈભવ (૧૬૯) જુઓ, આ વસ્તુનો સ્વભાવ કહ્યો. શું? કે-એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે, અને -એક આત્મા બીજા પરમાણુને પલટાવી ન શકે.
(૯-૩૩૬) (૧૭૦) શરીર સુંદર હોય એની મીઠાશમાં અરે! એણે અંદર ત્રિકાળી પ્રભુની સુંદરતા ખોઈ નાખી છે; તેમ શુભરાગની મીઠાશમાં એણે શુદ્ધ ચૈતન્યના અનંતા સુખની મીઠાશ મીટાવી દીધી છે. અરે ભગવાન! અહીં ત્રિલોકીનાથ ભગવાન કેવળીની વાણીમાં શું કીધું છે તે જરા સાંભળ!
અહાહા.! કહે છે-જ્ઞાનસ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગરૂપે થતો નથી. આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતનાગુણથી ભરેલા છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતાદખાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી. તેમ તે જ્ઞાનનું પરિણમન રાગરૂપે થતું નથી.
રાગને અહીં પુદગલસ્વભાવ કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી, રાગની ચૈતન્યની જાતિ નથી; વળી તે પુદગલના સંગમાં પ્રગટ થાય છે. માટે રાગને અજીવ પુદગલસ્વભાવ કહ્યો છે.
ભાઈ ! આ તારા હિતની વાત છે કે જ્ઞાન રાગરૂપે પરિણમે નહિ અને રાગને પોતારૂપે-જ્ઞાનરૂપે પરિણમાવે નહિ.
(૯-૩૭૦) (૧૭૧) અહાહા....! કહે છે-આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યનિધિ પોતે છે તેને વિશુદ્ધ જ્ઞાનની કળા વડે પ્રાપ્ત કરીને આજે જ નિરાકુળ આનંદપણે પરિણમો; એમ કે હમણાં નહિ એમ વાયદા મા કરો. હમણાં નહિ, હમણાં નહિ, દીકરા-દીકરીયું ઠેકાણે પડી જાય પછી વૃદ્ધાવસ્થામાં જોશું એમ વિચારે એ તો તારું અજ્ઞાન ને પાગલપણું છે ભાઈ ! કેમકે બીજાનું તું શું કરી શકે ? વાસ્તવમાં પરદ્રવ્ય સાથે તારે કોઈ સંબંધ નથી. તું વાયદા કરે છે પણ બાપુ! દેહ તો જોતજોતામાં છૂટી જશે અને મરીને તું ક્યાંય ચાલ્યો જઈશ, ભાવસમુદ્રમાં ખોવાઈ જઈશ. આવી વાત છે ભગવાન! ધંધા આડે, પરનાં કામ આડે હમણાં તું નવરો ન થાય પણ સ્વસ્વરૂપની સમજણ વિના તું દેહ છોડવાના કાળે ભારે મુંઝાઈ જઈશ પ્રભુ! અરે ! અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં ને દેહની વેદનાની ભીંસમાં દેહ છોડીને ક્યાંય દુર્ગતિમાંતિર્યંચાદિમાં ચાલ્યા જાય છે. જ્યારે ધર્મી જીવને તો દેહ છૂટવાના કાળે પણ નિરાકુળતા અને શાંતિ જ શાંતિ હોય છે.
(૯-૩૯૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com