________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫૧ વસ્તુ શુદ્ધ ચૈતન્યમય અંદર ભિન્ન છે, એ બન્ને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ.. ?
મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હો, નરક દશા હો કે તિર્યંચ, મનુષ્યદશા હો કે દેવ- એ પ્રત્યેક પર્યાયે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. અહાહા... ! કર્મના ક્ષયોપશમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિયાદિ પર્યાય-તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદધન છે તે ભિન્ન છે. આવી વાત છે!
(૯-૬) (૧૪૮) આ દેહમાં રહેલો ભગવાન આત્મા દેહથી તો ભિન્ન છે, કર્મથી તો ભિન્ન છે, પણ તેની એક સમયની દશામાં જે વિકારના–હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપના ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ પુણ્યના ભાવ થાય છે એનાથીય ભગવાન આત્મા અંદર ભિન્ન વસ્તુ છે. અહાહા.... ! ચૌદ ગુણસ્થાનથી વસ્તુ અંદર ત્રિકાળી ભિન્ન છે. લ્યો, આ જૈન પરમેશ્વર ભગવાન કેવળીનો ઢંઢેરો છે કે પર્યાયે પર્યાય બંધમોક્ષની પર્યાયની રચનાથી રહિત ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે ભિન્ન છે. અહા ! આવી પોતાની ચીજનો આદર અને સ્વીકાર કરી તેમાં લીન થતાં પર્યાયમાંથી મલિનતાનો નાશ થાય છે અને નિર્મળતા ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ અને મોક્ષનો મારગ છે.
(૯-૭) (૧૪૯). ભગવાન આત્મા જેનું પવિત્ર અચળ તેજ નિજરસના-ચૈતન્યરસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટકોત્કીર્ણ પ્રગટ છે એવો છે. અહાહા... ! ભગવાન આત્મા કદીય ચળે નહિ એવા અચળ એક શુદ્ધ જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. અહો! નિજરસથી-શુદ્ધ એક ચૈતન્યરસથી-ચિદાનંદરસથી ભરપૂર ભરેલી શું અદભુત આત્મવસ્તુ! શું એનો મહિમા અહીં કહે છે-એનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે અર્થાત્ સદા એકરૂપ પ્રગટ છે. અહા! આવો જેનો મહિમા સદા એકરૂપ પ્રગટ છે તે ભગવાન આત્મા સ્વાનુભવગમ્ય છે. સ્વસંવેધ છે.
(૯-૭) (૧૫૦) શુદ્ધનયનો વિષય જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહાહા...! જાણવું જાણવું જાણવું-એમ જાણવાપણું જેનો સ્વભાવ છે એવો જ્ઞાનનો પૂંજ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તે કહે છે. કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે. એટલે શું? કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનું કરવું ને ભોગવવું તો એને (શુદ્ધ આત્મદ્રવ્યને) નથી, પણ એથીય વિશેષ એની એક સમયની પર્યાયમાં જે દયા-દાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com