________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
અધ્યાત્મ વૈભવ સ્વભાવના સામર્થ્યનું શું કહેવું? અહાહા....! જેના સ્વભાવના અનંત-અનંત સામર્થ્યનું વર્ણન ન થાય એવો આત્મા અંદર સિંહ છે. મુનિરાજને “સિંહવૃત્તિવાળા' નથી કહેતા? મુનિવરોને સિંહવૃત્તિ હોય છે. અહો ! ધન્ય અવતાર કે જેમને અંદરમાં સિંહવૃત્તિ પ્રગટ થઈ છે અને જેઓ રાગ ઉપર થાપ મારીને ક્ષણવારમાં તેના ભુક્કા બોલાવી દે છે. (૭-૪૬૩).
(૧ર૬) ઇન્દ્રિયાદિ જડ પ્રાણ અસદભૂત વ્યવહારનય છે, અને અશુદ્ધ ભાવપ્રાણ જે વર્તમાનવર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચયનય છે. માટે તે સ્વરૂપમાં તો છે નહિ. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ને પ્રભુતા છે. અહાહા આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે જેના પ્રભુત્વ પ્રાણ છે. અહા ! જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા-એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે...
શું કહ્યું? કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે. તેમનો કદીય નાશ થતો નથી. જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન-દર્શનાદિ નિશ્ચયપ્રાણનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી. (૭-૪૬૪)
(૧૨૭) ભાઈ ! તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા ને રાગરહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર.
(૧૨૮) અહો! ત્રણલોકના નાથની અમૃત ઝરતી વાણીમાં એમ આવ્યું કે ભગવાન! તું નિર્મળાનંદનો નાથ પ્રભુ અમૃતનો સાગર છો. અહા! આવો અમૃતનો સાગર જેને પર્યાયમાં ઊછળ્યો-પ્રગટ થયો તે હવે તેમાં રાગના ઝેરને કેમ ભેળવે? અંદરમાં પ્રભુત્વશક્તિ જેને પ્રગટ થઈ છે તે અખંડિત પ્રતાપ વડે સ્વતંત્ર શોભાયમાન પોતાના પ્રભુમાં પામર રાગને કેમ ભેળવે! અહો! દિગંબર સંતોએ અમૃત રેડ્યાં છે. ભાઈ ! આ તો અજર-અમર પ્યાલા છે પ્રભુ ! એ જીરવાય તો સંસાર છૂટી જાય એવી વાત છે. એને પચાવતાં આવડવું જોઈએ.
(૮-૩૫) (૧૨૯ ) અહા ! આત્મા અંદર ચિત્માત્ર એક પૂરણ પરમાત્મસ્વરૂપ પ્રભુ છે. એ પરનું શું કરે? અને એ પરમાંથી શું લે? એનામાં શું ખામી છે કે તે પરને ઇચ્છે? અરે! પોતાના પૂરણ પરમાત્મપદના ભાન વિના તે અનાદિથી પરાધીન થઈ રહ્યો છે ! આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com