________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
અધ્યાત્મ વૈભવ (૧૨૧) ભગવાન આત્મા સ્વયમેવ સત્-સલ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા..! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત
છે.......
શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત્ શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. (૭-૪૫૫)
(૧રર) વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે. તેમાં બીજાનો કોઈનોય પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી એ તો ઠીક, તેમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકસ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. તેમાં દયા, દાન આદિ વિકલ્પનોય પ્રવેશ નથી.
જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહિ તેમ પોતે જ ગુસ કિલ્લો છે, ધ્રુવ અભેદ્ય કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું? વ્યવહાર-રત્નત્રયના વિકલ્પનો ને એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અહા! અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે તેને પર્યાય જુએ છે, અનુભવે છે પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી.
અકૃત જ્ઞાન ( -જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાની પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. પર્યાય તો નવી થાય છે, પણ જ્ઞાન અકૃત છે. જાણગ... જાણગ.. જાણગ-એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, અને તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુતિ છે, અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા પરમ ગુણ જ છે. (૭–૪૫૮)
(૧૨૩) -જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે. હવે, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ (રૂપે) જ છે; પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયકભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. અહા! ભાષા તો એવી છે કે જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટે છે. અરે ભાઈ! મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી નીકળે છે તેમ ભગવાન આત્મા પોતાના અનંતગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે, પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો જ્ઞાયક આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com