________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૪૩
અજ્ઞાનીએ ભગવાન જ્ઞાયકભાવને પર્યાય ને રાગબુદ્ધિની આડમાં તિરોભૂત કર્યો હતો, ઢાંકી દીધો હતો. અહા ! જ્ઞાયકભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી; એ તો છે તે છે. પરંતુ રાગ ને પર્યાયબુદ્ધિની આડમાં તે જણાતો નહોતો તો પર્યાયમાં તે છતી ચીજ જે જ્ઞાયકભાવ તે ઢંકાઈ ગઈ છે એમ કહેવાય છે. છે તો ખરી, પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનુંપર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો જ્ઞાયકભાવનો સ્વીકાર છૂટી ગયો. પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને જ્ઞાયકભાવ
આવિર્ભત થયો-પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ આવે કે-જ્ઞાયકભાવ પ્રગટ થયો, પણ બાપુ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાયકભાવ કાંઈ નવો પ્રગટે છે એમ છે નહિ; પણ જ્ઞાયકભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં- “આ હું છું” -એમ જ્ઞાયકભાવનો પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત–ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા !
હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં પણ ભાઈ ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈધર્મ પદ્ધતિ નથી બાપા! અરેરે ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી ક્યાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો ક્યારે કરીશ ભાઈ ! “પછી કરશું” માં તો પછી જ રહેશે. (૭-૪૬૦)
(૧૨૪) -સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કદી કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. અહીં ! ચિદાનંદઘન પ્રભુ આત્મામાં કોણ પ્રવેશ કરે? જેમ ચક્રવર્તીના દરબારમાં કોઈ દુશ્મન પ્રવેશી ન શકે તેમ ત્રણ લોકના નાથ ચિદાનંદ ભગવાનના દરબારમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. અહા ! આવા પોતાના ચિદાનંદસ્વરૂપને અંદરમાં જ્યાં સ્વીકાર્યું ત્યાં શું બાકી રહ્યું? આનંદની બાદશાહી જ્યાં સ્વીકારી ત્યાં પામરતા ક્યાં રહી? તેને તો પર્યાયમાં પ્રભુતા પ્રગટી.
(૭-૪૬ર ) (૧૨૫) જેમ જંગલનો સ્વામી સિંહ નિર્ભય છે તેમ અનંતગુણનો સ્વામી ભગવાન આત્મા અંદર નિર્ભય છે. કેમ? કેમકે અંદર બીજો પ્રવેશી ન શકે તેવો તે અભેદ્ય કિલ્લો છે. અહા ! પુણ્ય-પાપનો તો તે થાય મારીને ક્ષણમાં ખાતમો કરી દે તેવો તે સિંહું જેવો પરાક્રમી છે. અનંતવીર્યનો સ્વામી છે ને ! અહા ! તેના બળનું અને તેના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com