________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૪૧
સ્વ સામું જોતાં જ સંવર-નિર્જરાના પરિણામ પ્રગટ થાય એવો ચૈતન્યચિંતામણિ દેવ પોતે છે. હવે આવી વાત બિચારો ધંધો-રોજગાર ને બૈરાં-છોકરાં સાચવવામાંથી નવરો પડે તો સાંભળે ને? ભાઈ ! બધા મજૂર છે મજૂર! આખો દિ' પાપની મજૂરી કરનારા મજૂર છે! આ કરું ને તે કરું-એમ કર્તાપણાની હોળીથી બિચારા બળી રહ્યા છે!! હવે તેમાં “હું અચિજ્ય દેવ છું” – એ ક્યાંથી ભાસે? અરેરે! જેને પરમાં દિવ્યતા ભાસે છે તેને આત્મા જે પોતે દેવ છે તેની દિવ્યતા ક્યાંથી ભાસે? પણ ભાઈ ! આ સમજણ ના કરી તો અવસર ચાલ્યો જશે હોં. (મતલબ કે ભવભ્રમણ ઊભું રહેશે).
(૭-૨૩૦)
(૧૧૮ )
આપે તો આત્માને સાવ પાંગળો બનાવી દીધો.
ભાઈ ! આત્મા પરમાં પાંગળો એટલે પંગુ જ છે. આહાહા...! પોતામાં તે પૂર્ણ પુરુષાર્થી છે; પોતાની સત્તામાં તે ઉલટો કે સુલટો પુરુષાર્થ કરી શકે છે પણ પરમાં કાંઈ જ કરી શકે નહિ એવો તે પંગુ છે.
(૭–૨૫૪)
(૧૧૯) ભાઈ ! તમે પણ ભગવાન છો બાપુ! અહા ! એક સમયની ભૂલ છે, બાકી એક સમયની ભૂલ ટળી જાય એવા સામર્થ્યથી યુક્ત તમે પણ ભગવાન છો. ત્રિકાળી આનંદકંદ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા તો ભગવાન છે ને! ભલે અત્યારે તેને આ વિરુદ્ધ બેસે પણ પોતાની ભૂલ ટાળશે ત્યારે એક સમયમાં ટાળી દેશે. અહા! ભગવાન જિનેશ્વદેવનો-વીતરાગદેવનો માર્ગ સમજવો બહુ કઠણ છે ભાઈ ! પુરુષાર્થ વિશષથી-સ્વભાવસભુખ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય એમ છે.
(૭-૪૦૩). (૧૨) ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ જેનું શરીર છે તે આત્મા છે. જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવનો પિંડ તે ભગવાન આત્માનું શરીર છે. અને તે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે અર્થાત્ કોઈથી કદીય હણી શકાય નહિ એવું છે. અહાહા..! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા જ્ઞાનશરીરી ભગવાન આત્માનો કોણ વધ કરે? એ તો અવધ્ય છે.
અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે–આત્મા; તો એનું શરીર શું? જ્ઞાન તેનું શરીર છે. આ ઔદારિક દેહ, કે કમદહુ કે રાગદેવું–તે આત્મા નહિ. અહાહા..! આ શરીર, મન, વાણી, કર્મ-તે આત્મા નહિ અને એક સમયની પર્યાય તે પણ આત્મા નહિ. આત્મા તો જ્ઞાન જેનું શરીર છે તે આત્મા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ જ્ઞાનશરીરી છે ને તે અવધ્ય છે.
(૭-૪૩૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com