________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
અધ્યાત્મ વૈભવ જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્યરત્નો (જ્ઞાન, દર્શન આદિ) પ્રાપ્ત થાય છે. ભાઈ ! રાગ ચૈતન્ય-ચિંતામણિ નથી. આ દયા, દાનના વિકલ્પ કે વ્યવહાર-રત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્યચિંતામણિ નથી કેમકે તેમાં એકાગ્ર થતાં ચૈતન્યરત્નો (સમ્યગ્દર્શન આદિ) પ્રગટતાં નથી, પણ જીવ પામર દશાને જ પ્રાપ્ત થાય છે. (ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે). (૭-૨૨૫).
(૧૧૫) જેને અનંત ગુણનું ગોદામ-સંગ્રહાલય એવો ચિંતામણિસ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો ત્યાં એને આવા (જડ) વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે? જેમ કોઈને ચિંતામણિ રત્ન હાથ આવ્યું છે તે પૈસા આદિ સામગ્રીને સંઘરતો નથી કેમકે તેને જ્યારે જે જોઈએ ત્યારે તે સર્વ ચિંતવેલું મળી જાય છે. તેમ ભગવાન આત્મા જે ચૈતન્યચિંતામણિ દિવ્યશક્તિનો ધારક પોતે દેવ છે તે જેને પ્રાપ્ત થયો તે વિકલ્પોના પરિગ્રહણમાં પડતો નથી કેમકે સ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે. આવું પોતાનું સ્વરૂપ છે તોપણ અરે! પૈસાના ઢગલા અને શરીરની સુંદરતા-નમણાઈ અને વચનની મધુરતા ઇત્યાદિની રુચિ આડ અજ્ઞાનીને તેનો મહિમા આવતો નથી ! પરના માહામ્યમાં રોકાઈને તે અને ભૂલી ગયો છે! પણ ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે બાપા!
(૭-રર૭) (૧૧૬) આત્મા જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તેમાં નથી રાગ કે નથી સંસાર, નથી શરીર કે નથી કર્મ. આવું જે આત્મતત્ત્વ છે તે જ્ઞાનમૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે. ભાઈ ! આ અરિહંત દેવ તો તારે માટે પર છે; તે કાંઈ તારા દેવ નથી. તારો દેવ તો અનંત શક્તિનો ધારક એવો જ્ઞાનમૂર્તિ ભગવાન તું પોતે જ છો. વળી તે સર્વ કાર્યની સિદ્ધિ કરે એવો ચૈતન્યચિંતામણિ છો. તું પોતાથી કાર્યની સિદ્ધિ કરનારો દેવ છો. મતલબ કે રાગના કારણે વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે એમ નથી.
(૭–૨૨૯) (૧૧૭) શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ. ” આ સ્ત્રીનું (દેહનું) રમણ તને ન હોય ભગવાન! તું તો મોક્ષરૂપી લક્ષ્મીનો રમનાર દેવ છો, દેવનો દેવ છો, દેવાધિદેવ છો.
અહાહા...! સબ દેવન કે દેવ-એવું અચિત્ય તારું સ્વરૂપ છે ભગવાન ! જુઓને, શું કહે છે? – કે “ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે. ' એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી. સંવર ને નિર્જરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની-નિમિત્તની સામું જોવાનું નથી, પરંતુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com