________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
‘ण वि उप्पजइ ण वि मरइ बन्धु ण मोक्खु करेइ'
અહાહા...! જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ-મરણેય કરતો નથી કે બંધ-મોક્ષનેય કરતો નથી. અહા ! દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું અપરિણમનરૂપ છે. પર્યાય જે પલટતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે ને મોક્ષનો મારગ ને મોક્ષ પણ એ પલટતી દશામાં-પર્યાયમાં છે, દ્રવ્યદૃષ્ટિએ દ્રવ્યમાં બંધ-મોક્ષ આદિ છે નહિ એવું એ અપરિણમનરૂપ છે.
(૮-૩૧ર) (૧૩૭) આત્મામાં બે પ્રકાર: એક ત્રિકાળ ધ્રુવતા ને એક વર્તમાન પલટતી દશા. આ વિચાર પલટે છે ને? એ એની પલટતી દશામાં છે; વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં પલટના-બદલવું નથી.
અહા ! આ દ્રવ્ય (ત્રિકાળી) જે છે એ પરને કરતું નથી, શરીર-મન-વાણી ઇત્યાદિનેય કરતું નથી અને પોતાની પર્યાયનેય એ કરતું નથી એવું એ અપરિણમન સ્વભાવી છે.
એને પર્યાયદષ્ટિએ અર્થાત્ કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકારરૂપે થાય છે અને મોક્ષમાર્ગરૂપ ધર્મદશારૂપે પણ તે થાય છે. મોક્ષમાર્ગ ને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યદષ્ટિએ એ બદલતું નથી એવું અપરિણમન સ્વરૂપ છે.
(૮-૩૧ર) (૧૩૮). આત્મા દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે” એમ ન્યાલભાઈના “દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” માં પણ આવે છે. એમાં એવું ખૂબ આવે છે કે-આત્મા બિલકુલ અક્રિય છે, નિષ્ક્રિય છે. દ્રવ્યદૃષ્ટિએ એને અક્રિય કહો કે અપરિણમનસ્વરૂપ કહો-એ એક જ છે. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ આત્મા તેને શું કોઈએ કરેલો છે? (ના). એનો કોઈ ઈશ્વર કર્તા છે? (ના). તો કહે છે એ અનાદિઅનંત ધ્રુવ શાશ્વત અકૃત્રિમ દ્રવ્ય છે તેમાં બદલવું નથી, ક્રિયા નથી. બદલવું છે એ પર્યાયમાં છે, ધ્રુવમાં નહિ. કોઈને થાય કે આ ધ્રુવ શું હશે? ઓલો ધ્રુવનો તારો હશે? અહા ! જેમ ધ્રુવના તારાના લક્ષે સમુદ્રમાં વહાણ હાંકે તે સમુદ્ર પાર કરી જાય છે તેમ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્માના લક્ષે પરિણમે તેને સમક્તિ થાય છે, ધર્મ થાય છે ને તે સંસારસમુદ્રને તરી જાય છે. અહો ! આવો વસ્તુનો ધ્રુવસ્વભાવ મહા મહિમાવંત પદાર્થ છે. અહો ધ્રુવ સ્વભાવ !!
(૮-૩૧૩) (૧૩૯) અહાહા....! ચૈતન્યપ્રકાશનું પૂર, ચૈતન્યજ્યોતિ સ્વરૂપ પ્રભુ આત્મા અંદર ઝળહળ ઝળહળ પ્રકાશે છે. એમાં આ શુભાશુભ પુણ્ય-પાપના ભાવ ક્યાં છે! અહા ! પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com