________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૩૯ અને એક મુખમાં અનંત જીવ મૂકું તોય પ્રભુ! તારા ગુણના કથનનો પાર આવે તેમ નથી. આખી ધરતીનો કાગળ બનાવું, સમદ્રના જળની શાહી બનાવું અને આખી-બધીય વનસ્પતિની કલમ બનાવું તોય ભગવાન! તારા ગુણ લખ્યા લખાય તેમ નથી. અહીં...! આવા અનંત અનંત સામર્થ્યથી યુક્ત અનંત ગુણરત્નોનો ભગવાન આત્મા દરિયો છે. અહીં કહે છે–પ્રભુ! તું ત્યાં જા ને! નાથ ! તું એની રુચિ કર ને! ત્યાં જ સંતોષ કરીને તૃપ્ત થઈ જા ને! અહાહા....! એમ કરતાં તને વચનથી અગોચર સુખ થશે.
(૭-૨૨૧) (૧૧૩) અરે પ્રભુ! તું બહારમાં ભટકી ભટકીને ને પુણ્ય-પાપના ભાવ કરી-કરીને હેરાન હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને નિજઘર બતાવે છે. તારું નિજઘર તો પ્રભુ! જ્ઞાનાનંદના સ્વભાવથી પૂરણ ભરેલું પુણ્ય-પાપના ભાવથી પાર છે. ભગવાન! તું બીજે દોરાઈ ગયો છો અને બીજે ઘેરાઈ ગયો છો પણ નાથ ! પરઘરમાંથી નીકળીને અઘરમાં આવી જા. તારું સ્વઘર તો એકલું શીતળ-શીતળ-શીતળ શાન્તિનું ધામ છે. ભાઈ! વિશ્વાસ કર; વિશ્વાસે વહાણ તરશે અર્થાત્ અંદર જવાશે અને તે જ ક્ષણે તને તારાથી જ સુખનો અનુભવ થશે. અહાહાહા...! અંદર તો ભગવાન! સુખનો સાગર ઊછળે છે!!! જો, અંદર જા ને અનુભવ કર. તને તે જ ક્ષણે સ્વયમેવ સુખ અનુભવાશે. હવે આનાથી વિશેષ શું કહે ? પણ અરે! અજ્ઞાનીને એનો વિશ્વાસ-પ્રતીતિ આવતાં નથી. એને તો વ્યવહારથી ધર્મ થશે એમ પ્રતીતિ છે. અરે ભગવાન ! જે તારામાં નથી એનો તને ભરોસો? અને જે તારામાં છે તેનો ભરોસો નહીં ?
(૭-૨૨૨) (૧૧૪) ભગવાન આત્મા અચિજ્યશક્તિવાળો એટલે કે ચિંતનમાં-વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ-પ્રભુ છે. તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની પણ પોતે અચિજ્યશક્તિવાળો દેવ છે. અહાહા..! જે ચિંતવનાથી જાણી શકાય નહિ તે અચિજ્યશક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે. અહાહા...! એ તો પોતે પોતાના સ્વભાવથી (સ્વભાવના લક્ષ, સ્વાનુભૂતિમાં) જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્મા છે....
અહાહા...! જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી જ્ઞાની અચિત્ય દેવ છે તથા “વિન્માત્ર–વિન્તામળિ: ' તે ચિત્માત્ર-ચિંતામણિ છે. જુઓ, ધર્મી જીવ ચૈતન્યચિંતામણિ રત્ન છે; કેમકે ચિત્માત્ર-ચિંતામણિ એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે. જેમ ચિંતામણિ રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે; તે માં ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ છે. એટલે શું ? કે તેમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com