________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
અધ્યાત્મ વૈભવ તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુઃખી થવાનો માર્ગ છે. શુભરાત્રેય દુઃખી થવાનો માર્ગ છે.
(૭-૨૧૫) (૧૦૯) અહાહાહા... ! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર. ને અમારા પ્રત્યેથી પણ પ્રીતિ છોડી દે. અહાહા....! તારો ભગવાન તો અંદર શીતળ–શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંત-શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાન્તિમય છે. અહાહા...! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે એટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ ! કહે છે-સદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દષ્ટિ કર; તારી દષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર.
(૭-૨૧૬) (૧૧૦) અહાહા...! જેટલું અંદર જ્ઞાનસ્વરૂપ છે તેટલું જ સત્યકલ્યાણ છે. અહાહા....! જ્ઞાનસ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ આત્મસ્વરૂપ છે. માટે, તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. અહાહા...! આ જ્ઞાન એ જ કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને–નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ.
(૭-૨૧૭) (૧૧૧) અહીં ત્રણ બોલ કહ્યા૧. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ રતિ કર. ૨. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ સંતોષ પામ.
૩. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃતિ પામ. ભાઈ ! પહેલાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે, અંતરમાં અનુભવ કરવાલાયક ચીજ હોય તો આ એક આત્મા જ છે. આમ નિર્ણય કરીને ત્યાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ તૃતિ પામ.
(૭-૨૧૯) (૧૧) ભગવાન! તારા ગુણ શું કહું? એ તો અપાર છે. અનંતા મુખ કરું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com