________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
અધ્યાત્મ વૈભવ આત્મા અંદર વિરાજી રહ્યો છે ત્યાં જા, તેમાં આકર્ષણ કરી તલ્લીન થા; તેથી અદભુત આશ્ચર્યકારી આનંદ પ્રગટશે.
(૭–૧૯૬ ) (૧૦૫ ) માણસને કરોડ-બે કરોડ કે અબજ-બે અબજની સંપત્તિ થઈ જાય તો ઓહોહોહો...! એમ એને (આશ્ચર્ય) થઈ જાય છે. પણ ભાઈ ! એ તો બધી ધૂળની ધૂળ છે. અહીં કહે છેઅંદર ત્રણલોકનો નાથ ચૈતન્યરત્નાકર પ્રભુ અદભુત-આશ્ચર્યકારી નિધિ છે. અહાહા... જેમાં આખું વિશ્વ જણાય એવી નિર્મળ નિર્મળ જ્ઞાનપર્યાયો જેને આપો આપ ઊછળે છે એવો આ ભગવાન આત્મા અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર છે. છે અંદર? ગજબ વાત છે ભાઈ ! ભગવાન આત્મા જ્ઞાનનો, આનંદનો, શાન્તિનો, વીતરાગતાનો ઇત્યાદિ અનંત અનંત ગુણરત્નોનો દરિયો છે દરિયો. જગતમાં તો પૈસાની ગણતરી હોય કે-કરોડ બે કરોડ આદિ. પણ આ તો અમાપ-અમાપ-અમાપ ગુણરત્નોનો પ્રભુ આત્મા દરિયો છે; મહા આશ્ચર્યકારી છે. જગતમાં એવું કોઈ તત્ત્વ નથી કે અનંતકાળમાં પણ તેની હાનિ કરી શકે. આવો આ ભગવાન ચૈતન્યરત્નાકર છે.
સ: gs: મ/વીન' એમ કહ્યું ને? મતલબ કે તે “આ” કહેતાં આ પ્રત્યક્ષ વેદનમાં આવે તેવો ભગવાન આત્મા અદ્ભુતનિધિ છે. અહાહા..! જેનું પ્રત્યક્ષ વેદના થાય એવો ભગવાન આત્મા અભુત ચૈતન્યરત્નાકર છે એમ કહે છે. અરે! આવા પોતાના ભગવાનનો મહિમા છોડીને આ ચામડે મઢેલા રૂપાળા દેખાતા શરીરનો મહિમા ! પૈસાનો-ધૂળનો જડનો મહિમા! પુત્રાદિ પરનો મહિમા! પ્રભુ! પ્રભુ? શું થયું તને આ કે અંદર જ્ઞાનાનંદનો આશ્ચર્યકારી દરિયો ડોલી રહ્યો છે તેને છોડી તને બહારમાં મહિમા આવે છે? ભાઈ ! વિશ્વાસ કર કે-હું પ્રત્યક્ષ વેદનમાં આવે એવો ભગવાન અભૂતનિધિ ચૈતન્યરત્નાકર છું. અહાહા...! ભાષા તો જુઓ! કે “અદ્દભુતિનિધિ” એટલે કે મહા વિસ્મયકારી નિધિ પ્રભુ આત્મા છે.
પ્રભુ! આવો ચૈતન્યનો દરિયો તને નજરે પણ પડે નહિ? જોવામાં ન આવે? તેની સામું તું જુએ પણ નહિ? આમ બીજાની સામે જોયા કરે છે તો શું છે પ્રભુ! તને આ? સ્ત્રી રૂપાળી હોય તો તેની સામું જોયા કરે છે અને બે-પાંચ લાખના પૈસા-ધૂળ હોય તો જોઈને રાજી રાજી થઈ જાય છે તો શું થયું છે પ્રભુ! તને? આવું રાંકપણું તને ક્યાંથી પ્રગટયું પ્રભુ? અને આવી ઘેલછા !! પ્રભુ! તું જો તો ખરો તું અદ્દભુત નિધિ છો, ભગવાન છો, ચૈતન્યરત્નાકર છો. અહાહાહા અંદર જોતાં વેંત જ તને અનુપમ આનંદનું પ્રત્યક્ષ વેદન થશે. અહા ! આવો ભગવાન ચૈતન્યરત્નાકર આત્મા છે.
(૭-૧૯૭) (૧૮૬) ભાઈ ! જો તારે કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે અને આ કરવું પડશે. અહાહા..! કહે છે-કલ્યાણનો સાગર પ્રભુ તું છો ને? તેમાંથી કણ કાઢ તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com