________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
અધ્યાત્મ વૈભવ આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવા વાળો છે, કાયમ રહેવાવાળો છે.
(૭-૧૩૨) (૧૦૦) –ભગવાન આત્મા અંદર સ્થાયીભાવ-સ્થિર નિત્ય છે. આવું ત્રિકાળી ધ્રુવધામ પ્રભુ આત્મા તારું નિજપદ છે. કહે છે–સર્વ અપદથી છૂટી અહીં નિજપદમાં આવી જા; તેથી તું જન્મમરણથી રહિત થઈ જઈશ. જેમ પુરાણપોળી ઘીના રસમાં તરબોળ હોય છે તેમ ભગવાન આત્મા ચિદાનંદરસથી તરબોળ ભર્યો પડ્યો છે. તેમાં દષ્ટિ કરી અંદર નિવાસ કર; તેથી તારી પર્યાયમાં પણ આનંદરસ ટપકશે. ભાઈ ! આ ચૈતન્યપદ છે તે તારું ધ્રુવપદ છે. તેને ભૂલીને તું અપદમાં ક્યાં સૂતો છે પ્રભુ? જાગ નાથ! જાગ; અને આવી જા આ ધ્રુવપદમાં; તને મોક્ષપદ થશે.
(૭–૧૩૪). (૧૦૧). પ્રભુ! તું અંદર આત્મા છો કે નહિ? અહા.. હા. હા.. ! તું અતીન્દ્રિય આનંદરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો; જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઈન્દ્રિયોનાં સુખ તો દુઃખના-ઝેરના પ્યાલા છે, ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઊઠે છે તે ઝેર છે ભાઈ ! અને એમાં આ ઠીક છે એવો હરખનો ભાવ પણ ઝેર છે પ્રભુ! અરે! તું એમાં નચિંત થઈને સૂતો છે? ભગવાન! એ તારું રહેવાનું સ્થાન નથી; એ તો અપદ છે, માટે જાગ નાથ! જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્યધાતુમય છે; ત્યાં જા, એમાં નિવાસ કર. અહો ! સંતો નિસ્પૃહ કરુણા કરીને જગાડે છે.
કહે છે-રાગમાં એકાકાર થઈને સૂતો છો પણ તે તારું પદ નથી પ્રભુ! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. અહીં.. હા... હા.. ! એક જ્ઞાયકસ્વભાવથી ભરેલો ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુમય છે અને તે તારું પદ છે. આમ શુભાશુભરાગમાં-અપદમાં રખડવા જા” છો એના કરતાં એમાં જા ને! ત્યાં વસ ને! ત્યાં જ ઠરી જા ને. લ્યો, આ કરવાનું છે.
(૭–૧૩૯ ) (૧૦૦) આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોયે અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા..! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં ભ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં કોડો મણિ-રત્ન ભાળીને “ઓહોહોહો... ' એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં જોડો તો શું અનંત-અનંત-અનંત ક્રોડો રતન ભર્યા છે. ભાઈ ! તું એમાં અંતર્દષ્ટિ કર, તને ભગવાનનો ભેટો થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનું પરિહાર થશે. (૭–૧૮૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com