________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
અધ્યાત્મ વૈભવ
નહિ. બીજા દ્રવ્યનો જ્ઞાનને-આત્માને આધાર નથી; આત્મા શરીરમાં કે રાગમાં નથી. આત્મા એકલા જ્ઞાનના પરિણમનમાં કે જે આત્માનું સ્વરૂપ છે એમાં છે. રાગ આધાર અને આત્મા આધેય એમ છે નિહ. ભાઈ ! એક વાર તું આવું યથાર્થ શ્રદ્ધાન તો કર કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગમાં-ક્રોધાદિમાં નહિ અને ક્રોધાદિક ક્રોધાદિકમાં જ છે, આત્મામાં નહિ. ભાઈ ! આવું શ્રદ્ધાન કરે એ તો અંદર (સ્વરૂપમા ) ચાલ્યો જાય.
(૬-૩૮૪ )
(૯૬)
પોતે સહજ ચેતિયતા છે. પહેલાં દર્શનજ્ઞાનરૂપ કહ્યો હતો, અહીં બન્નેને ભેગા કરી ચેતિયતા કહ્યો. આહાહા...! ભગવાન આત્મા ચેયિતા માત્ર ચેતનાર એટલે જાણનારદેખનાર છે; જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ગંભીર વાત છે પ્રભુ! પોતે જગતથી નિરાળો ભગવાન ચેતિયતા માત્ર ચેતનારો છે. સહજ ચેતિયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. જ્ઞાનસ્વરૂપી આત્મા એકલા જ્ઞાનને જ ચેતે છે-અનુભવે છે, પણ રાગને ચેતે છેઅનુભવે છે એમ નહિ... આત્માને જાણવો ( અનુભવવો ) એ પ્રથમ કર્તવ્ય છે. ભાઈ! તું ભગવાન આત્માને અનાદિથી ભૂલ્યો છુ તેને પ્રથમ જાણ. ભગવાન! તેં તને ન જાણવાની ભૂલ કરી છે તે ભૂલ સુધારીને તું તને (–પોતાને) જાણ અને તેમાં એકાકાર થા.
જગતની બધી ચીજો ૫૨જ્ઞેય છે. એમાં કોઈ ઠીક નથી, અઠીક પણ નથી. અહીં કહે છે-આત્માને સહજ ચેતિયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે. અહાહા...! તે બધા શેયોને એક પર્ણ-સમાનપણે પરશેય તરીકે જાણે છે. ભગવાન પંચપરમેષ્ઠી ઠીક એવો ભેદ જ્ઞેયમાં નથી અને જાણનારના જ્ઞાનમાં પણ નથી. એકરૂપે બધી ચીજો જ્ઞેયપણે ભાસે છે, અર્થાત્ પોતે પોતાને ચેતતો-અનુભવતો થકો જ્ઞાન ચેતનાપણે રહે છે, જ્ઞેય પ્રતિ રાગને પ્રાપ્ત થતો નથી.... અરેરે! મોઢે જગતને મારી નાખ્યું છે! માટે અહીં કહે છે-મોહરહિત થઈને ૫દ્રવ્યથી ભિન્ન નિજ ચૈતન્યચમત્કારને ધ્યાવો. જેની જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય એવો ચૈતન્યચમત્કાર ભગવાન આત્મા છે. જગતના બીજા ચમત્કાર તો થોથેથોથાં છે, સમજાણું કાંઈ...? (૬-૪૧૮ )
(૯૭)
પ્રભુ! એકવાર તારી મોટપનાં ગીત તો સાંભળ. નાથ! તું એકલા ચિદાનંદરસથી ભરેલો ભગવાન છો. અહા ! તું રાગના કણમાં જાય (અર્ખાઈ જાય) તે તને કલંક છે પ્રભુ! રાગનો ણ-અંશમાત્ર પણ રાગ જેને (પોતાપણે ) હયાત છે તે શ્રુતકેવળી જેવો હોય તોપણ મિથ્યાદષ્ટિ છે એમ અહીં કહે છે. અહા! શાસ્ત્રનાં પાનાંનાં પાનાં પાણીના પૂરની જેમ મોઢે બોલી જતો હોય તોપણ એથી શું? કાંઈ સાચું જ્ઞાન નથી.
( ૭–૧૧૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com