________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
ભગવાન આત્મા
(૯૮) કહે છે જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી; કારણ કે આત્મા સ્વરૂપથી-ચૈતન્યસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથીરાગથી અસત્તા છે. વસ્તુ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા છે; છે અંદર? ભાઈ ! પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચપરમેષ્ઠી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત છે. તેવી રીતે જે પંચપરમેષ્ઠી છે તે પોતાથી સત્ છે અને પરથી અસત્ છે, આ આત્માથી અસત્ છે. માટે જેને પોતાના સતનું યથાર્થ જ્ઞાન નથી તેને સથી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી.
(૭-૧૧૫)
(૯૯)
જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ-શુદ્ધ એમ બે વાર કહ્યું છે; મતલબ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે અથવા દ્રવ્ય ને ગુણે શુદ્ધ છે. જો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ-પર્યાયે શુદ્ધ છે એમ અર્થ છે. બાકી તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે-આવી ચૈતન્યધાતુ છે. અહાહા..! જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ ને પુણ્ય-પાપને ધારી રાખ્યા નથી તે ચૈતન્યધાતુ છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્યધાતુ છે કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર.
અહાહા! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે ક્યાંય (પુણ્યપાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદેવે શબ્દ શબ્દ ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે..
આત્મા “સ્વર –ભરત:' નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા..! અનંત ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડ્યો છે, અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com