________________
જાણવો. એમાં નિશ્ચયનયની અપેક્ષાએ તો એ ગણિતના ન્યાયથી કરણયુક્ત બને છે. એટલે કે એ ગણિત પદ્ધતિથી જણાય શ્રી ઓઘ
છે. એ પછી હું વ્યવહારનયના મતથી કહીશ. અર્થાત્ નિશ્ચયનયથી પ્રહર પ્રમાણ કહ્યા બાદ પછી વ્યવહારથી કહીશ. નિર્યુક્તિ ભાગ-૨ " તેમાં નિશ્ચયમાન્ય પોરિસીપ્રમાણકાળનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૮૩ : ટીકાર્થ : દક્ષિણાયનમાં ઉતરાયણના દિવસો, ઉત્તરાયણમાં દક્ષિણાયનના દિવસો ભેગા કરીને | ૭૩ » ગણવા. તે રાશિ આઠ વડે ગુણવી. પછી ૬૧ વડે ભાગવી. જે મળે એટલા અંગુલો કરવા. બાર અંગુલ વડે એક પાદ થાય.
જ એમ કરતાં કરતાં છેલ્લે ઉત્તરમાં એટલે કે મક૨ દિવસે, મકરસંક્રાન્તિનાં દિવસે ચાર પાદ થાય. દક્ષિણમાં એટલે કે કર્કદિનમાં * બે પાદ થાય. બાકીમાં પદની શુદ્ધિ અને પદનો પ્રક્ષેપ કરવો. એટલે કે પદની હાનિ-વૃદ્ધિ કરવી.
(આજ ગાથાની ટીકા અન્યપ્રતમાં જુદી જ છે, અને એ વધુ સ્પષ્ટ છે. પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ.
અયન બે પ્રકારના છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય સૌથી છેલ્લા મંડલમાંથી અંદરની તરફ, મેરુ તરફ આવવાનું શરૂ કરે તે ઉત્તરાયણ. સૂર્ય સૌથી પહેલા મંડલમાંથી બહારની તરફ લવણસમુદ્ર તરફ જવાનું શરૂ કરે તે દક્ષિણાયન. તેના પસાર થઈ ચૂકેલા દિવસોનો સમૂહ સૌથી વધારે ૧૮૩ દિવસનો હોય. તેને આઠ ગણો કરીએ એટલે ૧૮૩ X ૮ = ૧૪૬૪ થાય. તેમાં ૬૧ વડે ભાગાકાર કરીએ એટલે ૨૪ અંગુલ થાય. તેમાં પણ ૧૨ અંગુલનું એક પાદ થાય. એટલે ૨૪ અંગુલના બે પાદ થાય. આ બે પાદનો ઉત્તરાયણની શરુઆતમાં પ્રક્ષેપ કરવાનો અને આ બે પાદની દક્ષિણાયનની શરુઆતમાં શુદ્ધિક હાનિ કરવાની.
ક
=
k is
; ૭૩
E