________________
થાક્યા નહીં. જેમ કર્મ ખેંચાયેલો જીવ ભવાંતરે જાય છે, તેમ વિઘથી બચાવનાર તે પિોપટે ખેંચાયેલે મૃગધ્વજ રાજ મહેતાં અટવીમાં ગયો.
મોટા પુરૂષોમાં પણ પૂર્વભવને સંસ્કાર કેવો દઢ રહે છે ? કે જેથી ઠામ ઠેકાણાની કાંઈ પણ ખાત્રી નહીં છતાં મૃગધ્વજ રાજા પોપટની પાછવાડે ! જાણે મેરૂ પર્વતની એક ટૂંકજ આવી હોયની ! એવું તે અટવીમાં કલ્યાણનું આપનારું અને દિવ્ય કાંતિ ધારણ કરનારૂં શ્રી આદિનાથનું
એક સુવર્ણરત્નમય મંદિર હતું તેના કળશ ઉપર બેસીને પિપટે મધુર વાણીથી કહ્યું. “હે રાજન ! જન્મથી માંડીને કરેલાં બધાં પાપની શું ? દ્ધિને અર્થે શ્રી આદિનાથ ભગવાનને વંદના કર.” પોપટને જવાની ઘણી ઉતાવળ છે,” એમ જાણું રાજાએ શીધ્ર ઘોડા ઉપરથી જ ભગવાનને ઘણું વંદના કરી. ઉચિતના જાણ એવા ચતુર પોપટ. રાજાનો તે અભિપ્રાય જાણ તેના હિતને અર્થે પોતે મંદિરની અંદર જઈને પભુને પ્રણામ કર્યા જેમ સારા પુરૂષના ચિતમાં જ્ઞાનની પાછળ વિવેક પ્રવેશ કરે છે, તેમ રાજ પણ તુરત ઘેડા ઉપરથી ઉતરીને પિોપટની પછવાડે મંદિરમાં ગયો ત્યાં શ્રી રૂષભદેવ ભગવાનની રત્નમય અને ઉપમાએ રહિત પ્રતિમા જોઇને મૃગધ્વજ રાજાએ તેને વંદના કરી અને મધુર વાણીથી સારી સ્તુતિ કરી અને બે ક–એક તરફ સ્તુતિ કરવાને વિષે ઘણી ઉત્સુક્તા અને બીજી તરફ નિપુણતાને અભાવ. એમ હોવાથી મહારૂં ચિત્ત ભક્તિથી સ્તુતિ કરવા તરફ અને શક્તિ ન હોવાથી ન કરવા તરફ ખેંચાવાને લીધે દેલાયમાન થાય છે. તથાપિ હે નાથ! હું યથાશક્તિ તમારી સ્તુતિ કરૂં છું. મચ્છર પણ પિતાની શક્તિ માફક આકાશમાં વેગથી ઉડતા નથી કે શું? અપરિમિત (પ્રમાણ રહિત) દેનારા તમને પ્રમાણ સહિત દેનારા કલ્પવૃક્ષ વિગેરેની ઉપમા શી રીતે અપાય? તેથી તમે અનુપમ છે, તમે કોઈ ઉપર પ્રસન્ન થતા નથી અને કોઈને કાંઈ આપતા નથી, તથાપિ સર્વે કે તમારી આરાધના કરે છે, તેથી તમારી ગતિ અદ્ભુત છે. તમે મમતા નહીં છતાં જગના રક્ષણ કરનારા અને કઈ ઠેકાણે સંગ નહીં છતાં જગતના પ્રભુ કહેવરાવે છે, એવા લોકોત્તર સ્વરૂપના ધારક મનુષ્યરૂપી તમને મહારે નમસ્કાર થાઓ.”