________________
૩૮
કાવ્ય-સાહિત્ય
જૈનધર્મના સિદ્ધાન્તોના નિરૂપણની દૃષ્ટિએ પઉમચરિયું એવી રચના છે જે સામ્પ્રદાયિકતાથી પર છે. ગ્રંથમાં વર્ણવવામાં આવેલાં અનેક તથ્યોના વિશ્લેષણથી જણાય છે કે તેમાં શ્વેતાંબર, દિગંબર અને યાપનીય બધા સંપ્રદાયોનો સમાવેશ થઈ ગયો છે. સંભવતઃ વિમલસૂરિ એ યુગના હતા જ્યારે જૈનોમાં સાંપ્રદાયિકતાના વિભાગો ઊંડા થઈ શક્યા ન હતા. તેમના ઉપર સાંપ્રદાયિકતાનો કોઈ પ્રભાવ નથી. તેમણે પરંપરાથી જે સાંભળ્યું, વાંચ્યું અને દેખ્યું તેનું વર્ણન કર્યું છે પછી ભલે તે શ્વેતાંબર કે દિગંબર બંને પરંપરાઓને પ્રતિકૂલ હોય.
રચનાર અને રચનાકાલ – ગ્રંથના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી આપણે જાણીએ છીએ કે તેના કર્તા નાઈલકુલ વંશના વિમલસૂરિ હતા, તે રાહુના પ્રશિષ્ય અને વિજયના શિષ્ય હતા. આ સિવાય કવિના જીવન વિશે વધુ માહિતી નથી મળતી.
પ્રશસ્તિની એક ગાથામાંથી જાણ થાય છે કે આ કૃતિ પ૩૦ વીરનિર્વાણ સંવતમાં અર્થાત્ ઈ.સ.૪માં રચાઈ હતી. પરંતુ આના ઉપર પાશ્ચાત્ય વિદ્વાન હ. યાકોબી અને જૈન વિદ્વાન મુનિ જિનવિજય, મુનિ કલ્યાણવિજય અને ૫. પરમાનન્દ શાસ્ત્રી તથા જૈનેતર વિદ્વાન કે. એચ. ધ્રુવે શંકા પ્રગટ કરી છે. સૌથી મોટી વાત તો એ છે કે જે નાઈલ કુલના તે આચાર્ય છે તેને નાઈલી શાખાના રૂપમાં વીર નિ. સં. પ૮૦ કે ૬૦૦ લગભગ વજ(વીર નિ. સં. પ૭૫)ના શિષ્ય વજસેને સ્થાપેલ, અને તે શાખામાં ઉત્પન્ન થયા હોવાથી તે અવશ્ય કેટલીક પેઢીઓ પછી થયા છે. તેથી વર્ષ પ૩૦, વીર નિ. સં. ન હોતાં પછીનો કોઈ સંવત હોવો જોઈએ. યાકોબીએ તેને તૃતીય શતાબ્દીની રચના માની છે, અને ડૉ. કે. આર. ચન્ટે તેને વિ.સં. પ૩૦ની કૃતિ ગણી છે.
પઉમચરિયું ઉપરાંત વિમલસૂરિની કેટલીક અન્ય રચનાઓ જણાવવામાં આવે છે. પરંતુ તે કૃતિઓનું કર્તુત્વ વિવાદાસ્પદ છે. “પ્રશ્નોત્તરમાલિકા' એક એવી રચના છે જેને બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન પોતપોતાના મતની બતાવે છે. હરિદાસ શાસ્ત્રી અને કેટલાક અન્ય વિદ્વાનો માને છે કે આ કૃતિ વિમલસૂરિની છે. કેટલાક વિદ્વાન તેને રાષ્ટ્રકૂટ નરેશ અમોઘવર્ષ (૯મી શતાબ્દી)ની રચના માને છે. ૧. પઉમરિયમ્, પ્રાકૃત ગ્રન્થ પરિષદુ, વારાણસી, ૧૯૬૨, જુઓ ડૉ. વી. એમ. કુલકર્ણીએ
લખેલી પ્રસ્તાવના, પૃ. ૮-૧૫. ૨. એ ક્રિટિકલ સ્ટડી ઓફ પમિચરિયું, પૃ. ૧૭ ૩. પઉમચરિયની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૭, પ્રાકૃત ગ્રન્થ પરિષદુ, વારાણસી, ૧૯૬ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org