________________
મહારાજા શાંતનુના હૈયામાં વિરહને દવ (અગ્નિ) પ્રગટ હતો; છતાં મુખેથી હાસ્ય વેરવા પ્રયત્ન કરતો હતો. વળી કેઈ કવિએ કહ્યું છે કે.... હૈયે દવ જાગે, મુખે નેહ સુધા ઝરે,
સતી સંતજને સ્નેહી, ઘારવ્રત એ આચરે. પર પિતાની ઈચ્છાને તેમાંય પિતાની અંગત જરૂરિયાત
હોય તેવી ઈચ્છાને તો મહાપુરુષો કદી જીભ પર
ન લાવે. 1 ગુ–પિતા કે વડીલ પોતાની અંગત જરૂરિયાત કહે
તે જ પૂરી કરવી એ ભાવ રાખનાર કદી સાચે શિષ્ય-પુત્ર કે આશ્રિત બની શકતો નથી F કપડાં પર કરચલી પડે તે આપણને ગમતું નથી પણ
પણ મા–બાપના ચહેરા પર વિષાદની કરચલીઓ પડે તે આપણે સહી શકીએ છીએ! વ્યસનના સેવનની ટેવ ચામડીના દર્દી જેવી છે. ચામડીના દર્દો ક્યારેક મટી ગયા હોય તેમ લાગે છે, પણ
એ મટયા નથી હોતા. એ દબાયેલા હોય છે. ચામડીના રેગથી મુક્ત થવા તે કાયાકલ્પની જરૂર છે. તે માટે
સ્વના સંકલ્પની અને સદ્ગુરુના ભવ્ય શુભાશિષની જરૂર છે. વડીલોના આશીવાદ જે સિદ્ધિ આપે છે તે સિદ્ધિ વડીલોએ આપેલ વારસા કરતાંય કંઈ ઘણું વિશાળ હોય છે. વારસે કુપુત્ર પણ મેળવે છે, વાત્સલ્ય મેળવવા સુપુત્ર થવું જરૂરી છે.