________________
૩૫૭, દેવો આતે સવાર થયું.” દ્રૌપદી સ્મિતથી બોલી–“નાથ તમે આ પછી સવાર કેમ ન થાય? નાથ! હવે આપ ક્ષણવાર આરામ કરે, હું તેટલીવારમાં સવારના કાર્યથી નિવૃત્ત થઈ પુનઃ આપની સેવામાં હાજર થાઉં.
રક “ શ્રી પાંડુની નિવૃત્તિ અને - શ્રી યુધિષ્ઠિરની વરણી
વેનાઢા સુભદ્રા પ્રાણ પ્યારી દ્રૌપદી, વિદ્યાધર મણિચૂડ તથા હેમાંગદની સાથે અવનવી વાત–વિનેદ અને આનંદ કરતાં શ્રી અર્જુનને સમય પસાર થાય છે.
શ્રી પાંડુ જુએ છે કે અજુન આવી ગયો છે. રાજ્ય વહીવટ પણ બરાબર ચાલે છે પણ કોઈ મારી નિવૃત્તિને યાદ કરતું નથી. યુધિષ્ઠિર તો જાણે પિતાને કઈ શિક્ષા થવાની હોય તેમ દૂર ને દૂર રહે છે. વિશ્રામણા (પગ દબાવવા) કરવા પણ એવા સમયે આવે છે કે મારાથી અંતરની કઈ વાત થઈ ન શકે.
શ્રી પાંડુ સમજી ગયા છે “માંગ્યા વિના મા પણ ન પિરસે.” મારે જાતે જ હવે સીધી રીતે મારી નિવૃત્તિની વાત યુધિષ્ઠિરને યાદ કરાવવી પડશે. એક દિવસ શ્રી પાંડુએ પાંચેય પાંડવોને, દુર્યોધન આદિ સે ભત્રીજાઓને તથા રાજ્યના વૃદ્ધ પુરૂને પણ બોલાવ્યા. સહુને એકત્રિત કરી મહારાજા પાંડુએ કહ્યું – “જુઓ, હવે હું ખૂબ જ વૃદ્ધ થ છું. આ રાજ્યભાર મારાથી સંભાળાતો નથી....”