________________
આ સવ પિતાનું અપમાન કરવાને એક પેંતરે લાગે છે.. તેમણે હવે તે નક્કી જ કરી દીધું છે. આ પાંચેયે આજે મને હલકે પાડવા જ આ ચેજના કરી છે. આકાશ-પાતાળ એક કરીશ પણ આખરે આ અપમાનને બદલે લઈશ જ એમ મનમાં વિચારે છે. એક પછી એક બધા ખડખડાટ હસે છે અને બીજાઓ ઊભા ઊભા મલકાય છે. અરે ! નેક હસે તે પણ તેમને કઈ રોકતું નથી. જોઉં છું હજી આગળ કે ખેલ ચાલે છે ! દુર્યોધન કેઈની સાથે કશું જ બોલતા નથી કેઈ તેને કેપ ઉતારવા માટે જાણે કશે પ્રયત્ન પણ કરી રહ્યા નથી. અંદરની ગૂંગળામણ વધતી જાય છે કેઈ અગમ્ય ભાવ તેને ભરખી જાય છે !
હવે દુર્યોધન રાજમહેલમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે. સામેનું બારણું તદ્દન ખુલ્લું છે. વારંવાર થતાં અપમાનને કારણે તેને સૌથી પહેલા આ બારણેથી નીકળી જવું છે. પણ તેને સામેનું બારણું તદ્દન બંધ દેખાયું. બારણાની એકદમ નજીક જઈ દુર્યોધન પાછો ફર્યો બેલી ઊડ્યો....“રસ્તો કયાં...?” અને... ત્યાંજ પેલા નકુલ અને સહદેવ તેજ પેલા ખુલ્લા બારણેથી બહાર નીકળી ગયા. દુર્યોધન ખુલ્લા બારણાને પણ પાછળ રહેલ રત્નના અતિ ચળકાટથી બંધ સમજી બેઠા હતા.
નકુલ અને સહદેવનું હાસ્ય જોઈ દુર્યોધનને આખરી નિર્ણય થઈ ચૂક્યો ! બસ, હવે તે આ જીવનમાં એકજ કર્તવ્ય છે....
કયાં તે હું મરું... કયાં હું આ પાંડવોને મારું