________________
४१६
ગુરમાં ને ગુસ્સામાં દુર્યોધન ઊભો થાય છે. છતાં ય શ્રી ધૃતરાષ્ટ્ર પ્રેમપૂર્વક દુર્યોધનનું નીચે ઢળી ગયેલું મુખ ઊંચું કરે છે. માથા પર હાથ પંપાળીને કહે છે, “બેટા! દુર્યોધન! તારી સંપત્તિ કઈ ઓછી નથી. એ કારણથી જ તને ગુસ્સો આવતો હોય તો તેને રસ્તો હું હમણાં જ કરી નાખું છું તેઓની દિવ્યસભા કરતાં પણ તારી રાજસભાને હું સુંદર બનાવીને રહીશ. બેટા ! તારા મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ.
આટલું સાંભળ્યા પછી દુર્યોધન શાંત પડ્યો ખરે. કદાચ જાણું બુઝીને પણ શાંત રહ્યો હશે!
શ્રી ધૃતરાષ્ટ્રછ તરત જ ઈન્દ્રપ્રસ્થના ચતુરમાં ચતુર સ્થપતિઓને બેલાવે છે. સેંકડો ભવ્ય દરવાજાવાળી અને હજારે મણિમાણેકથી જડિત થાંભલાવાળી રાજસભાના મંડાણ કરાવે છે. આ રાજસભાનું નિર્માણ શક્ય તેટલી ઝડપે પરિપૂર્ણ કરવા તાકીદ કરે છે.
શ શ્રી વિદુરજીનું આગમન હવે અવસર જોઈને એક દિવસ પિતાના અંગત વિશ્વાસુ માણસોને-શ્રી વિદુરને બોલાવવા માટે મોકલે છે. શ્રી વિદુર પણ પિતાના વડીલબંધુ શ્રી ધૃતરાષ્ટ્રજીનું આમંત્રણ પ્રાપ્ત કરી ધૃતરાષ્ટ્રજીના ચરણોમાં મસ્તક ઝૂકાવીને હાથ જોડીને સેવામાં ઊભા રહ્યા છે, કહી રહ્યા છે, “હે વડીલવર્ય ! આપે આ સેવકને શા માટે યાદ કર્યો છે?”
શ્રી ધૃતરાષ્ટ્રજીએ પણ પ્રાસંગિક વાત પૂર્ણ કર્યા બાદ દુર્યોધને અને શકુનિએ કહેલી તમામ વાત શ્રી વિદુરને સમજાવી. અને તે માટે શ્રી વિદુરનો અભિપ્રાય માંગ્યો.