Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 456
________________ A પ ક RE (જીજી: or giી વાડિમોટી ૨૩ હિંગુલ દેવ ! પટણાનું નામ કુસુમપુર હતું. ત્યાં ફૂલે ખૂબ થતા. એક માળી સવારે ખૂબ જ વહેલો ઊઠી ફૂલે આપવા જતો. એકવાર તેને રસ્તામાં જ સંડાસની હાજત થઈ માળી તે હાજતને રેકી ન શક્યો. આખરે રસ્તા પર જ સંડાસ બેસી ગયે. બેઠા પછી ખૂબ ડર લાગે. કોઈ જોઈ જશે તે સવારના પહોરમાં ગાળો દેશે. પણ તેને એક તુક્કો સૂઝળ્યો. પિતાના કરેલા સંડાસ પર કુલ મૂકી દીધા, બીજા માળીએ આ જોઈ લીધું. તેણેય કુલ ચઢાવ્યા. બીજ પ્રમાણે ત્રીજાએ... અને ધીમે ધીમે રસ્તે ચાલનારા રાહદારીઓએ પણ કુલ ચઢાવવા માંડ્યા. આટલા બધા માણસોમાંથી ફૂલ ચઢાવ્યા બાદ કેટલાયની શ્રદ્ધા ફળી. જેની શ્રદ્ધા ફળી તેણે તો ફૂલના ઢગલા કરવા ચાલુ રાખ્યા. અરે! ધીમે ધીમે આ દેવ હજરાહજૂર મનાવા લાગ્યા. રાજાના મંત્રી સુધી વાત પહેાંચી. આવા ચમકારી દેવ કોણ છે ? તપાસ કરો. જે ખરેખર ચમત્કારી હોય....તો આપણેય દર્શન કરી આવીએ.” ચતુર મંત્રીએ શેાધ કરી. ફૂલની નીચેથી દેવ કાઢયા પણ દુર્ગધ જ દુર્ગધ...આ શું ? આને દેવ કેણે કહ્યા? તપાસ ચાલી. માળી પકડાયો. બોલ તારા દેવનું નામ શું છે? માળીએ કહ્યું- “સાહેબ ! લોકો હિંગુલ દેવ કહે છે.” મંત્રી કહે છે-“પણ, તું જ કહેને તે કયા દેવ છે?” માળીએ ડરતા ડરતા આખી વાત કરી. નગરજનના આશ્ચર્યને તે પાર ન રહ્યો. આ તે દેવ કે માળીની વિષ્ટા.... ગતાનુગતિક લોકોની દશા દયનીય હોય છે,

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458