Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 453
________________ ૪૨૦ ચેરી અને જૂઠ જેવા પાપ હજીય કઈ રીતે અર્થદંડના પાપમાં ગણી શકાય પણ ઈર્ષ્યા તે સ્પષ્ટ રૂપે જ અનર્થદંડ રૂપ પાપ છે. પર ઈષ્ય એટલે બીજાના સુખને જેઈ પિતાના સુખને વિનાશ નોંતર. ઈષ્યને દૂર કરવાની એ જ દવા છે અને તે છે પ્રદ ભાવના. પર ઈર્ષ્યા એને જ પેદા થાય છે જેને જીવનની સ્પર્ધામાં પિતાની હાર કબૂલી છે. માં જ્યાં સુધી સ્પર્ધા હોય ત્યાં સુધી હાર હોતી નથી, હાર હોતી નથી ત્યાં દુઃખ હોતું નથી. પણ જ્યાં સ્પર્ધામાં દુઃખ પેદા થાય છે ત્યાં સમજી લેવું કે તમે હારને એડવાન્સમાં (આગેતરી) સ્વીકારી લીધી છે. 1 ઘોર પાપને ઉદય જાગે ને કદાચિત્ દુર્યોધન જેવા બનવું પડે તે હજીય બનજે પણ શકુનિ જેવા તે કદીય ન બનતા. જ દુર્યોધન દુષ્ટતાનું પ્રતિક છે પણ...શકુનિ તે દુષ્ટતાની ફેકટરી છે. પિતા ધૃતરાષ્ટ્રને આપઘાતની ધમકી આપતા દુર્યોધન એક સ્ત્રી જેવા લાગે છે. દુઃખી પરિસ્થિતિમાંથી છૂટવા માટે આપઘાત નહીં પણ પાપઘાત કરવાની જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458