________________
: - ૪૧૫ | દુર્યોધનઃ પિતાજી! કાલે શા માટે? જવાબ તે આજે જ આપ જોઈએ. -
શ્રી ધૃતરાષ્ટ્રજી બેટાઆમ જીદ ન કર ! આવી વાતને એક જ ઝાટકે કયારે પણ નિર્ણય ન કરાય. હું વિચાર કરીશ ત્યાર બાદ આપણે જેના રાજ્યમાં છીએ.... જેને હું આશ્રિત છું તે તારા વિદુર કાકાને પણ મારે પૂછવું પડશે”– આવી વાત સાંભળતા જ દુર્યોધન છેડાઈ પડ્યો મનમાં ને મનમાં બોલી ઊઠ, યે ! આવી વાતમાં ય તમારે તમારાથી નાના ભાઈ વિદુરને પૂછવું પડે? યુદ્ધ માટે પિતે ના કહી અને હવે ધત માટે પોતે ના ન પાડવી પડે માટે વિદુર કાકાનું નામ લે છે આ વિદુર કાકે કયારે હા કહેવાનું છે?” ધુંઆપૂંઆ થયેલે દુર્યોધન અસહાય નજરે મામા શકુનિની આંખે જુએ છે. મામા શકુનિ શાંત છે.... જાણે આંખના ઈશારાથી કહી રહ્યા છે.... “શાંતિ રાખે ! વાતમાં થડે પડદો પડવા દે! આખરે મારા દાવથી કેઈ બચી નહીં શકે. હું આગળ બધું જ સંભાળી લઈશ.”
છતાં ય પગ પછાડતો દુર્યોધન બે , “ભલે તમે વિદુર કાકાને પણ પૂછો. પણ જે કાકાને જવાબ ના હોય અને તમે શકુનિ મામાને આજ્ઞા ન આપવાના હોય તો જાણી લેજે કે મારે આ રાજ્યનું તે શું....પણ આ જીવનનું ય કશું કામ નથી. હું તો શાંતિથી મરી જઈશ. પાંડવોના આવા અપમાનથી ક્ષણે ક્ષણે મરી જવા કરતાં.... આગમાં પડી જવાથી મને ઠંડક વધારે થશે... પછી પિતાજી ! તમે અને વિદર કાકા સુખેથી રાજ્ય ભેગવજે અને જે તમને આ રાજ્ય ભોગવતાં એકલાપણું લાગતું હોય તો તમે અને ય પેલા પાંડુકાકાને શરણે જજે.