________________
૪૧૩ જે અપમાન થયું છે. તેમાં હું તે આપનું પણ હડહડતુ અપમાન અને આપની મજાક જ જોઉં છું. આપના જેવા વડીલના પુત્રોની આવી મજાકમાં દ્રૌપદી પણ ભળે એ સ્પષ્ટ રીતે ખતરનાક ચીજ છે ! છતાં ય આપ તો વિચારક છે !' આપને જે વિચારવું હોય તે વિચારે?
ચતુર શકુનિએ ધૃતરાષ્ટ્રના અહંકારને ઉશ્કેર્યો દુર્યોધનના અહંકારને શાંત પાડવા મથતા શ્રી ધૃતરાષ્ટ્રજી ચતુર શકુનિની વાતમાં ઝડપાઈ ગયા છે. ચતુર શાળા શકુનિજી શ્રી ધૃતરાછૂજીની મગજ ધુરા માટે ધૃતધુરા બની ગયા.
શ્રી ધૃતરાષ્ટ્રજી બેલી ઊઠયા, “શું પાંડની સંપત્તિ આપણને એમને એમ કંઈ મળતી હશે? શું યુધિષ્ઠિર કંઈ પોતાને અધિકાર છોડે ખરે? મને તો લાગતું નથી કે કોઈ માર્ગ હાય !”
" શકુનિ, “શ્રી વડીલવર્ય! આપની કૃપાએ હું પણ કંઈક વિચારી શકું છું. જે આપ આજ્ઞા કરે તો હું કઈ એવા માર્ગનું આયોજન કરું કે એનાથી પાંડેની સાથે યુદ્ધ પણ ન થાય. વળી તેમની સાથેના સંબંધે ય ન બગડે અને પાંડને ખજાને સીધે હસ્તિનાપુરથી ઈદ્રપ્રસ્થ આવીને ઊતરે “શકુનિએ આગળ ચલાવતાં કહ્યું કે શ્રી ધૃતરાષ્ટ્રજી ! યુધિષ્ઠિર પાંડમાં નાયક છે. પાંચે ય પાંડે એક એકથી ચડે તેવા હોવા છતાંય તેઓનો સંપ ઉત્તમ છે. યુધિષ્ઠિર જે કહે તેને સહુ પ્રમાણ કરે છે. આ યુધિષ્ઠિરમાં એવી કઈ
ટેવ નથી કે જેનાથી તે કબજે થાય. એવું કે વ્યસન પણ તેને લાગ્યું નથી કે જેનાથી તેને કબજામાં લઈ શકાય... પણ..હા, એક વાત યાદ આવે છે કે તેને એક શેખ લાગે છે. જુગારબાજીની વાત આવે ત્યાં જ તે તૈયાર થઈ જાય છે.