________________
દુર્યોધન બેઠા તો ખરા પણ ડુસકાં ભરતાં હોય તેવા. અવાજે રડવા લાગ્યા. પિતાજી! પેલા પાંડને તે આપણી : સાથે કેઈ આત્મીયતા જેવું પણ નથી. હા....છે સંપત્તિને . મહાગર્વ ! શું હું આપને મારા મેઢેથી જ મારું અપમાન કહું? આ મામાજીને પૂછે કે તેઓએ રાજમહેલમાં અમારી કેવી ક્રૂર મજાક કરી છે? મને તો લાગે છે કે આપના પ્રેમ ખાતર જ આ વાત આપને જણાવવા માટે આવી શકે છું. બાકી હું તે ત્યાં જ મરી ગયા હોત!
મામા શકુનિ શ્રી ધૃતરાષ્ટ્રજીને જે બન્યું છે તે બધું કહી સંભળાવે છે.
શ્રી ધૃતરાષ્ટ્રજી સમજે છે કે અપમાન અને ઈષ્યના દાવાગ્નિથી દુર્યોધન સળગી ઊઠે છે. પરિણામે કયાંય પ્રાણ પણ ગુમાવી બેસશે! તેથી અત્યારે તેને શાંત કરે જ જરૂરી છે. કંઇક વિચાર કરીને શ્રી ધૃતરાષ્ટ્રજી કહે છે “બેટા ! શું કરીશું એ પાંડવોની જોડે? શું આપણી તાકાત છે કે એ મહાનવીરોને આપણે યુદ્ધમાં હરાવી શકીએ ? કુરુવંશના નબીરા થઈને તમે પરસ્પર લડશે તેમાં આપણા વંશની કીતિ થવાની છે ખરી ? અત્યાર સુધીની વંશની કીતિ પર પાણી ફરી વળશે વળી લજાથી આપણા મસ્તક ઝૂકી પડશે. બેટા દુર્યોધન ! આખી દુનિયા મને પીંખી નાંખશે. બધા જ કહેશે કે આ વૃદ્ધ આજે પોતાના પુત્રના મેહમાં આવી ગયા છે પોતાના છોકરાઓને ઈર્ષ્યા–મત્સર કરતા રોકી ન શકયા , તેથી જ બેટા દુર્યોધન! પુનઃ પુનઃ તને કહું છું કે અભિમાન એ પતનનું કારણ છે.