________________
૩૯૮
કયાં તે હું ખેદાન–મેદાન થઈ રસ્તા પર ભટકતો થઈ જઉં... નહીં તો પાંડેને ખેદાન–મેદાન કરી નાંખ્યું.
પણ..સમેવડીયા હોવા છતાંય-એક પરિવારને વરેલા હોવા છતાંય હું તેનાં આવાં અપમાન કદી સહન કરવાને નથી....
કેવા છે, આ પાંડવે..! યુધિષ્ઠિર દુનિયામાં પોતાની જાતને સજ્જન શિરોમણી કહેવડાવે છે. દૂરના જેડે તો મીઠી -મીઠી વાત કરે છે પણ આ અંદરના જેડે--આ પતીકા જોડે એને વ્યવહાર કેવો છે? શું યુધિષ્ઠિર આ બધામાંથી કોઈનેય ઠપકે ન આપી શકે? શેને આપે યુધિષ્ઠિર ઠપકો? એ શાણે છે....એ તે હસ્ય નથી જ પણ...આ બધાને આ રીતે હસાવનાર એજ છે!
દુનિયાની પાસે મોટા કહેવડાવવામાં કશી બહાદુરી નથી. જ્યારે ઘરની વ્યક્તિ મહાન કહે ત્યારે જ મહાનતા પર મહેર પડે !
કડ પુનઃ ઈદ્રપ્રસ્થમાં
દિવ્ય રાજસભાની શોભા જોઈને શ્રી દુર્યોધન બહાર નીકળ્યા ઔપચારિક વાત પણ શ્રી યુધિષ્ઠિર સાથે કરી પણ ડંખતે હૃદયે છૂટે મને નહીં ! મહારાજા યુધિષ્ઠિર પાસેથી નીકળીને શ્રી દુર્યોધન શકુનિની સાથે માર્ગે જતા હતા. શકુનિએ જોયું કે દુર્યોધન ગંભીરતાના સાગર જેવા બની ગયા છે. એક અક્ષર પણ બોલતા નથી.