________________
४०४
પિતાજીને મારા પર આટલો પ્રેમ હોવા છતાં ય ઘણીવાર તે પાંડવોની જરાક જેટલી પણ વાત આડી બેલું તે ઉગ્ર થઈ જાય છે. કોણ જાણે તેમના ય મગજમાં પાંડ જ શ્રેષ્ઠ છે તેવું બેઠેલું છે. પણ મામાજી! તમે સાથે હશે તો પિતાજીને પણ મારી વાતમાં કંઈક સત્ય છે તેવું લાગશે.મામા શકુન નિને પણ એ જ જોઈતું હતું ને ! યુદ્ધમાં તે ઘણાય
દ્ધાઓની જરુર પડે. યુદ્ધની હારજીતમાં તે અને યશના ભાગીદાર પણ બને. આ તે જુગાર રમવાનું હતું એટલે જીતાડવાને સમગ્ર યશ પિતાને જ મળવાનું હતું, જે કે યુધિષ્ઠરની સામે જુગારમાં હારવાને સવાલ જ ન હતા. કદાચ હારે તે ય ગુમાવવાનું શ્રી દુર્યોધનને હતું. મામા શકુનિને અંગે તે જરાય ઉઝરડે પણ પડવાને ન હતે. કદાચ આખી જિંદગી આવા મહાન સમ્રાટને પોતાની આણ નીચે રાખી સમગ્ર હસ્તિનાપુરના બેતાજ રાજા બનવાનું શકુનિનું સ્વપ્ન હશે! આજે આ તક ગુમાવવા શકુનિ જરાય તૈયાર નથી. તેમણે કહી દીધું કે હે દુર્યોધનજી ! તમારી ઈચ્છા હશે તે અવશ્ય તમારી સાથે ધૃતરાષ્ટ્રજી પાસે આવીશ, પણ પિતાજી પલળશે તે તમારી લાગણીથી જ, મારે તે માત્ર તેમની આગળ ચેજના જ રજુ કરી તેની સફળતા માટે ખાત્રી કરાવવાની છે.