________________
૪૦
શ્રી ધૃતરાષ્ટ્ર સમજી ગયા છે કે આજે દીકરાની આંખમાંથી ઈર્ષ્યાની આગ ઝરી છે. હવે તે સત્ય જોઇ શક વાના નથી, સત્ય નહી' જોઇ શકે એટલું તેા ઠીક છે પણ હવે આ ઇંધન શાંતિથી જીવી પણ નહીં શકે. બીજાના સુખની આગમાં આજે દુર્યોધનનુ હૈયુ શેકાઈ રહ્યુ છે અને શકુનિ તેના પર તેલ છાંટી રહ્યો છે.
પિતા શ્રી ધૃતરાજી કશુ કહે તે પહેલાજ શકુનિએ કહ્યું, “જવા દો ક્રોડા અને અબજો રૂપિયાના દર દાગીનાની વાતાને.. ! જવા દે મૂલ્યવાન વસ્ત્રાની વાતને જવા દો મૂલ્યવાન હરતી અને અશ્વરત્નાની વાત ને... પણ મુખ્ય વાત તે એ છે કે તેઓએ પેાતાની આવી સમૃદ્ધિના જોરે દેશ વિદેશના નાના મેાટા દરેક રાજાઓને આધીન કર્યાં છે. શુ રાફ વધી ગયા છે યુધિષ્ઠિરના ! મેં તે કદી ય આપના ભાઈ શ્રી પાંડુરાજને! આવે! રફ અને ઠસ્સા જોયા નથી. આ યુધિષ્ઠિરભાઈ તે જાણે શી વાતે થઈ ગયા છે. મેટા માટા રાન્તએની તે એમને ત્યાં એવી તે લાઈન લાગે છે કે મારાજેવાને તે એમની પાસે જવાનો મોકો ય ન મળે અરે! મારી વાત તેા છેડે....હું તેા પરાયા કહેવા પણ પેાતાના જ બધુ દુર્ગંધન જેવાને પણ યુધિષ્ઠિરને મળવા માટે લાઈન લગાડવી પડે તે હદ થઈ ગઇ ને ! વડીલ ધૃતરાષ્ટ્ર ! આ દુર્ગંધન જ એવાછે કે આવું સહન કરીલે.... બાકી મારા જેવા તે આવું જોઈને આપઘાત જ કરે. શ્રી ધૃતરાષ્ટ્રજી બિચારા શુ કરે ? એ સમજે કે સલાહ આપનારા શબ્દો કામળ આવે છે પણ ખરેખર તે તે દુર્ગંધનના હૃદયમાં આગ પ્રગટાવે છે.