Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 440
________________ ૪૭. પિતાજીને રિદ્ધિ સિદ્ધિ શબ્દ સાંભળતા જ દુર્યોધન વ્યગ્ર બની ગયે પિતાજી! આપે મને આજ સુધી અંધારામાં જ રાખે છે. માત્ર મને જ નહીં પણ આપ પણ અંધારામાં જ રહ્યા છે આપ માત્ર મારી જ સંપત્તિની વાત જાણે છે પણ પેલા.... આપના ભાઈ પાંડુરાજની છલકાઈ જતી અદ્ધિ અને સિદ્ધિને વિચાર જ કયાં કર્યો છે? શું છે આપણી ત્રાદ્ધિમાં? પેલા પાંડવોની સંપત્તિ તે જુઓ, તેનું વર્ણન તો સાંભળે, તેઓની સંપત્તિ પાસે તો આપણા રાજ મહેલ પણ વખાર જેવા છે. હું સીધે હસ્તિનાપુરથી જ આવું છું પાંડની ભવ્ય અને દિવ્ય રાજ સભા જોઈ ત્યારે જ મને સમજાયું છે કે સમૃદ્ધિ કોને કહેવાય ! તેમના મહેલ પાસે આપણે મહેલ તે ઝુંપડી જેવો જ લાગે છે. મને તો લાગે છે કે પાંડવેના ખાસ સેવકને ય આપણું કરતા કંઈક ઘણા મોટા અને ભવ્ય રાજમહેલે છે. માનવ જાતિની સફળતા તે ખરેખર તેઓ જ માણી રહ્યા છે. પિતાજી મારાથી તેમને આ વૈભવ જરાય સાંખી શકાતો. નથી. મને તો હસ્તિનાપુરનો મહેલ જોતાં ત્યાં જ રડવું આવી જતું હતું. પાંડે ખૂબ સારા અને ડાહ્યા છે, એવું આપ રોજ કહ્યા કરે છે પણ.... આ અફાટ સંપત્તિ થયા બાદ આપને પણ કદી તેઓએ બોલાવ્યા છે ? આ તે ઠીક થયું કે હું ત્યાં ગયે. નહીં તો એમની સંપત્તિની મને કદીય ખબર ન પડત. મામા શકુનિ તો કહે છે કે ખરેખર આ સંપત્તિ તો તમારી જ કહેવાય. પાંડવે ભલે પૂરે પૂરી સંપત્તિ ન આપે પણ અડધી સંપત્તિ તે તેમણે આપવી જ જોઈએ.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458