________________
૪૦૬
શ્રી ધૃતરાષ્ટ્રના મનમાં શકુનિ શા માટે આવી રહ્યો છે? તે વિચારની કંઈક ગડમથલ ચાલતી હતી ત્યાં જ દુર્યોધન અને શકુનિ આવી પહોંચ્યા અંધ શ્રી ધૃતરાષ્ટ્ર પગલાંના અવાજ પર ધ્યાન આપ્યું. દુર્યોધનના પગલામાં આજે કેઈ ઉમળકે કે ઉત્સાહ જણાતાં ન હતા. દુર્યોધનના પગરવમાં ફીકાશ હતી. તેથી જ શ્રી ધૃતરાષ્ટ્રજી સાવધ થઈ ગયા છે કહે છે.... “બેટા દુર્યોધન ! આમ ધીમે ધીમે શા માટે આવે છે? છ મહિનાને બિમાર, તમામ સંપત્તિ હારેલે જુગારી કે ભયંકર રીતે અપમાનિત થયેલે માણસ જે અદાથી નિપ્રાણ શબ્દો ઉચ્ચાર કરે તે રીતે દુર્યોધન બોલ્યા, “ એ પિતાજી... આ...આ...આવ્યો છું... શ્રી ધૃતરાષ્ટ્રજીએ તેને નજીક આવેલો સમજીને આશીદ આપવા માટે પોતાના હાથ ઊંચા કર્યા ત્યાં તે ધમણ ચાલતી હોય તેવા જોર જોરથી ચાલતા શ્વાસ અને ડુસકાં સંભળાયાં.
ધૃતરાષ્ટ્ર વ્યગ્ર મને પિતાના આ હૈયાના હાર જેવા પુત્રને કહી ઊઠયા, બેટા તારા જેવા ધીર, વીર, બહાદુર, પરાકની શક્તિશાળી પુત્રને શું થયું છે? આમ હીઝરાયેલે અને ગભરાયેલા કેમ લાગે છે? બેટા! બોલ, તારું કેઈએ અપમાન કર્યું છે? તને કઈ વાતનું ઓછું આવ્યું છે? બેટા કેણે તારું પ્રતિકૂળ કયું છે? જલદી બોલ બેટા! તને કઈ દુખી કરી શકે તેમ નથી છતાંય તું કેમ દુઃખી છે? બેટા... સમજાતું નથી. બેટા. સમૃદ્ધિથી છલકાતા રાજદરબારમાં તને શું દુઃખ હોય? બેટા ! તારી રદ્ધિ સિદ્ધિ અને વૈભવને કઈ પાર નથી છતાંય તું કેમ દુભાય છે?”