________________
૪૦૫ દુર્યોધન ઃ મામાજી! એ બધું બરાબર છે. તમને તે સમયે
જે ગ્ય લાગે તે કહેજે. પણ હવે પિતાજી પાસે આપણે જલદી પહોંચી જઈએ. આ પ્રમાણે નિર્ણય ' કરી તેઓ શકય તેટલી ઝડપે ઈન્દ્રપ્રસ્થ પહોંચી ગયા.
જ દુષ્ટ દેજના માટે શ્રી ધૃતરાષ્ટ્રની
સાથે મંત્રણ
દુર્યોધન અને શકુનિ આજે ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા છે. વડીલ ધૃતરાષ્ટ્રને તેઓના આગમનના સમાચારથી આનંદ વ્યાપી ગયો છે ધૃતરાષ્ટ્ર વિચારે છે કે હમણાં મારે સુર્યોધન (દુર્યોધન) આવશે.... પિતાજી. પિતાજી.. કહીને પગે પડશે. માથું મારા ચરણમાં મૂકશે અને હું માથા પર હાથ ફેરવીશ મારે દુર્યોધન અવનવા અનુભવની મીઠી મીઠી વાત કરવા માંડશે... આવા વિચારના વહેણમાં શ્રી ધૃતરાષ્ટ્રને એક વિચાર આવે છે કે શકુનિ શા માટે સાથે આવતે હશે? શકુનિના આ ઘરમાં ડેરા પડી રહ્યા છે તે શ્રી ધૃતરાષ્ટ્રને ગમતું ન હતું. પણ ધૃતરાષ્ટ્ર તેના ઉપકાર નીચે જાણે દબાઈ ગયા છે! અને પેલા શકુનિને પણ પારકી પંચાતમાં જ રસ લાગે છે. ગાંધારી આદિના બંધુ પ્રેમથી તેને છૂટો દોર મળી ગ છે. ધૃતરાષ્ટ્ર ઘણી વખત વિચારે છે કે આ શકુનિ દુર્યોધન આદિને મામાને છાજે તેવા ગ્ય સંસ્કાર અને સમજ નથી આપી રહ્યો....