________________
જેટલા યુદ્ધ વિશારદ છે તેના કરતાં ય મારી જુગા. તે રની વિશારદતા વિશેષ છે. ભલભલા પ્રતિસ્પધીઓને જુગાર રમાડવામાં હરાવવા એ મારું કામ છે. અને પેલા યુધિષ્ઠિરની તને ખબર છે કે તેઓ તો જુગારની રમત જુએ કે તરત જ ઘેલા ઘેલા થઈ જાય છે.... " તેઓ તારી સાથે જુગાર રમે એટલે તેના રાજ્યને પણ દાવમાં મૂકાવીને તેઓને નગરની બહાર કઢાવી મૂકું.”
દુર્યોધન તે મામા શકુનિની આ યોજનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. દુર્યોધન કહે છે, “મામા, ચાલે ! આપણે તો અહીંથી જ પાછા વળી જઈએ અને પેલા પાંડવોની સંપત્તિના કેળીયા કરીને પાછા આવીએ.”
શ્રીશકુનિજી: “દુર્યોધનજી! એમ ન થાય... એકવાર તે
તમારે ઈંદ્રપ્રસ્થ જવું જ પડશે. અને ગમે તે હિસાબે તમારે આપણા વડીલ શ્રી ધૃતરાષ્ટ્રજીના આશીર્વાદ મેળવવા જ પડશે. ત્યાર પછી તેમની સંમતિથી જ આગળ વધાશે.”
દુર્યોધન : “આવી બન્યું મારું ! મારા પિતા શ્રી ધૃતરાષ્ટ્ર
મને જુગાર રમવાની અને તે ય પાંડેની સાથે જુગાર રમવાની મને રજા આપે ખરા ? આ વાત તે અશક્ય જ રહેવાની. ચાલે ત્યારે..જવા દે આ વાતને...