________________
૩૯૯ આ વિચિત્ર છે માનવ, એ ગુસ્સે બીજા પર કરે છે પણ ગુસ્સાને જ પોતાના માથે ઉપાડે છે...!
શકુનિએ ઘણા ઘણા પ્રયત્ન કર્યા પણ શ્રી દુર્યોધન હળવા ન જ થઈ શકયા ! આખરે મામા શકનિએ શ્રી દુર્યોધનને હાથ પકડી તેમને જરા ઢઢળ્યા..અરે એ રાજવીવર્ય દુર્યોધન ! જરા બેલે તો ખરા?
શ્રી દુર્યોધન ભારે અવાજે કહે છે...“શું બોલ્યા ફરી બોલે, શું હું દુર્યોધન રાજા છું....?
કોણે કહ્યું દુર્યોધન રાજા છે? રાજા તો પેલા રહ્યા પાંડુના અવિવેકી નબીરાઓ....”
શકુનિદુર્યોધન! આમ ન કર, આ વિચાર ન કર,
જંદગી છે. સુખેથી જીવ, દરેકને રસ્તો નીકળશે! દુર્યોધન–“રહેવા દો. મામા, રસ્તાની વાતો !”
“પણ......હવે જીવવું જ કેને છે; હું તે આત્મહત્યાના નિર્ણય પર જ આવી ગયું છું.”
શ્રી શકુનિ જાણતા જ હતા કે આજે દુર્યોધનને હાડોહાડ અપમાન લાગી ગયા છે અને ખરી વાત તો એજ હતી કે શકુનિ પણ ઈચ્છતા હતા કે એક એ દિવસ આવે અને દુર્યોધન પાંડવોની સાથે નખ–શીખ શત્રુતા કરી દે!
આજે એ દિવસ આવીને જ ઊભે હતો છતાં ય રીઢા અને દઢ શ્રી શકુનિએ દુર્યોધનને ચકાસી જેવા આગળ ચલાવ્યું. “ઓ દુર્યોધન ! આ વિચાર ન કરે. શું થયું છેતે કહે.”