________________
૩૯
હોવા છતાંય તેમને જુગાર રમવાને ઉમળકે જરાય એ છે થતો નથી. કોણ જાણે આવા મેટા માણસના મગજમાં પણ એવી ધૂન ચડી ગઈ છે કે આ જુગાર–આ એપાટમાં મારે પ્રવીણ બનવું છે ! અને સામેની વ્યક્તિને દરેક દાવમાં હરાવવી છે. શકુનિ શ્રી યુધિષ્ઠિરના મનોભાવને સમજવામાં સફળ બની ચૂક્યા છે, તે વખતે–વખતે યુધિષ્ઠિર સાથે અલક મલકની વાતે કર્યો જાય છે પણ તેનું નિરીક્ષણ એ છે કે યુધિષ્ઠિરમાં મોટાઈના ભાવ ખૂબ છે. કેઈ તેમની મેટાઈની પ્રશંસા કરીને તેમની પાસેથી ધારે તે કરાવી શકે તેમ છે એ વાત શકુનિને બરાબર સમજાઈ ગઈ છે....
હ૩ દિવ્ય સભામાં પ્રવેશ
હસવામાં ખસવું
....આ તરફ પાંડવોની દિવ્ય સભા જોવા માટે દુર્યોધન ઊપડી ગયે, દુર્યોધનને આ દિવ્ય સભાના રહયે સમજવા હતા. તે ચતુર હતે.....જાગૃત હતા...પણ ઘણીવાર વધુ પડતી જાગૃતિ પણ ઊંધું કાર્ય કરાવી બેસે છે !
દિવ્ય સભામાં દુર્યોધનનું પણ સ્વાગત કરવા સેવકે તૈયાર થઈને ઊભેલા છે. રાજા દુર્યોધને જોયું કે આ તો કંઈક વિચિત્રતા છે. અહીં પાણીને હેજ દેખાય છે....શું કરવા રાખ્યો હશે ! અહીં ચાલવાના રસ્તામાં પાણીને હોજ....!
ગમે તે કારણ હોય પણ કપડાં પલળી ન જાય તેનું ધ્યાન તો રાખવું જોઈએ ને !