________________
આવી ઉતાવળથી જવાય નહીં. આ સમસ્ત મહોત્સવ જ ખરેખર તારે કરવો જોઈએ પણ હવે મારું નિમંત્રણ પામીને આવ્યે જ છે તો થોડા દિવસ અહીં જ રહી જા. સમય હશે તે હું ખુદ તારી સાથે ઈદ્રપ્રસ્થ આવી જઈશ”
યુધિષ્ઠિરમાં અખૂટ સજનતા છે.... તેને માનવના ઉથાનમાં અખૂટ શ્રદ્ધા છે. !
છેલ્લા સમય સુધી જેમ ચતુર વૈદ્ય દવા કરવાનું છેડતો નથી, તેમ એક ચતુર સુધારક... એક સરળહૃદયી સંત.... એક વાસલ્યસભર આત્મા કયારેય બીજાને સુધારવાના પ્રયત્ન છેડતે નથી.
- શ્રી યુધિષ્ઠિરે ગમે તે ભોગે પણ શ્રી દુર્યોધનને રોકાઈ જવા કહ્યું પણ દુર્યોધનના હૃદયમાં પાપ હતું. પાપ હોવાથી તે શંકાશીલ હતો.... શંકાશીલ હોવાથી તે ભયભીત હતો! યુધિષ્ઠિરના આ ભવ્ય પ્રસંગને જોઈને તે એટલે બધે નિઃસ્તેજ બની ગયે હતો કે તે પોતાને પણ હવે યુધિષ્ઠિરની વાતને નકારવા જેટલે શક્તિમાન નહોતો માનતો. છતાંય પિલી શંકાના કારણે કાન ખાવામાં ચતુર મામા શકુનીને સાથે રાખ્યા ! મામા શકુનિ રહે તે જ દુર્યોધન રહે તેમ હતું. શ્રી યુધિષ્ઠિરને કઈ વાંધો ન હતો. ભલે શકુનિ સાથે રહે, હસ્તિનાપુરમાં તે બંનેયનું ભવ્ય આતિથ્ય થશે ! પણ શ્રી યુધિષ્ઠિર સમજ્યા કે હજીય દુર્યોધન મને પોતીકા બંધુને પરાયે સમજે છે... અને પરાયા શકુનિને પિતીકો સમજે છે !