________________
૩૬૭
નકકી કયું આ તરફ રાજ્ય તો વહેંચાઈ ગયા હતા, પણ વસવાટમાં ફેરબદલી થવાની બાકી હતી. ગમે તેટલો મંતવ્યભેદ કે વિચારભેદ પાંડુ સાથે હોય પણ એકદમ જુદા થવાની વાત શ્રી ધૃતરાષ્ટ્રને પણ ગમે તેમ ન હતી.
- હસ્તિનાપુરના રાજમહેલની સાથે તે શું પણ હસ્તિનાપુરની શેરીઓની ધૂળ સાથે પણ ધૃતરાષ્ટ્રને પ્રેમ હતો. બાળપણથી માંડીને આજ સુધીની પ્રત્યેક ઘટનાનું હસ્તિનાપુર સાક્ષી હતું. આવા હસ્તિનાપુરને છોડવું દુર્યોધનને પોષાય પણ શ્રી ધૃતરાષ્ટ્રથી બનવું મુશ્કેલ હતું.
....પણ દુર્યોધન માટે આ વાત અકળાવનારી બનતી હતી. એના દિલમાં તો પાંડવો માટે કયારનેય અસદ્દભાવ પ્રગટી ચૂક હતો. ભીમ માટેના તેના મનમાં એક્કસ પૂર્વ રહે બંધાઈ ગયા હતા. યુધિષ્ઠિરની સજજનતાની ગમે તેટલી છાપ હોવા છતાંય શ્રી દુર્યોધનને તક હતો કે યુધિષ્ઠિર ભલે ગમે તેટલા સારા હોય પણ પેલા ઉપદ્રવી ભીમ અને અન્યાયી અર્જુનને સાથ આપનાર યુધિષ્ઠિર છે. ભલે બહારથી ગમે તેવા શાણા અને ભલા દેખાતા હોય પણ અંદરથી તે
એકના એક જ છે. આવા પૂર્વગ્રહથી પીડાતા શ્રી દુર્યોધન પિતાના પિતા હસ્તિનાપુરમાં રહે તે કેમ માની શકે ! શ્રી દુર્યોધને પણ પિતાની પિતૃભક્તિને દાવ પિતા શ્રી ધૃતરાષ્ટ્રના ચરણમાં રજૂ કર્યો. શ્રી ધૃતરાષ્ટ્રના હસ્તિનાપુર તરફના રેકાણની ભાવનામાં કંઈક દૂરંગામી ભાવના પણ હતી. શ્રી ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ સમજાતું હતું કે પુત્ર દુર્યોધન ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય કરે અને પોતે હસ્તિનાપુરમાં રહે તે બંનેય ઠેકાણે
-
-