________________
૩૭૦
= દિગવિજયને મને રથ, એકવાર રાજદરબાર ભરાયેલ છે. ચારેય બંધુઓ સેવામાં હાજર છે. યુધિષ્ઠિર શાંત અને ગંભીર મુદ્રાએ રાજ્ય સિંહાસન પર બિરાજમાન છે. આજે કોઈ ચતુર કવિએ દિગવિજય કરનાર રાજાઓની વંશાવલિ વાંચવા માંડી છે. દિગવિજયની શરતે અને તેની મહાનતાનું તે કવિ વારંવાર પુનઃ પુનઃ પારાયણ કરતા જાય છે. ચારેય બંધુઓ કંઈક વિચારે પુનઃ પુનઃ મહારાજા યુધિષ્ઠિરના મુખ સામે જુએ છે. યુધિષ્ઠિરના મુખ પર કેઈક અભિલાષ પ્રગટ થતો દેખાય છે; પણ મહારાજા યુધિષ્ઠિર આજે કશું બોલતા નથી છતાંય તેઓ પણ પુનઃ પુનઃ ભીમ અને અર્જુન પર દષ્ટિ નાંખતા જાય છે. નકુલ અને સહદેવ પણ સમજી ચૂકયા છે કે આ વર્ણને મહારાજા યુધિષ્ઠિરમાં કંઈક અભિલાષ પ્રગટ કર્યો છે. નકુલ અને સહદેવે પણ ભીમ અને અર્જુનને કંઈક સંકેત કર્યા. ચારેયની દૃષ્ટિઓએ કરવા જેવી વાત કરી લીધી. શ્રીભીમે સહુના તરફથી રજુઆત કરી–“મહારાજા યુધિદિડર આપે આખું રાજ્ય પૂર્ણ પણે આબાદ કરી દીધું છે. ચારેય તરફ સહુને શાંતિ અને સંતોષ છે. અમારા જેવા આપના સેવકે હવે કોઈ પણ જાતના પરાક્રમ કરવા તૈયાર છે.
હવે–કાર્ય ક્ષેત્રની કઈ દિશા દેખાડે તે સ મહારાજા યુધિષ્ઠિરે કહ્યું, “વત્સ ! જીવન તે બહુ મોટું કાર્ય ક્ષેત્ર છે. કેઈપણ વ્યક્તિના મૃત્યુ વખતે કોઈપણ વ્યક્તિએ પોતાનું કાય પૂર્ણ કરેલું હોતું નથી. પણ આજે મને આ મહાકવિ દ્વારા દિગવિજયનું વર્ણન સાંભળતા થાય છે તે બધા તે